લીલીયા મોટા ખાતે ગટર કામ ચકાસણી તેમજ બ્લોક રોડ નુ ભૂમિ પૂંજન કરતાં સાંસદ સુતરીયા - At This Time

લીલીયા મોટા ખાતે ગટર કામ ચકાસણી તેમજ બ્લોક રોડ નુ ભૂમિ પૂંજન કરતાં સાંસદ સુતરીયા


લીલીયા મોટા ખાતે માથાના દુખાવા સમાન ગટર પ્રશ્ન નું સ્થળ નિરીક્ષણ કરતા સાંસદ ભરતભાઈ સુતરીયા તથા સ્થળ પરથી ગોકળગાય ની ગતિએ ચાલતા ગટર કામને લઈને કાર્યપાલક ચૌધરીને કડક ભાષામાં સૂચના અપાય ત્યારબાદ સિવિલ હોસ્પિટલ જવાના માર્ગે ફાટક નંબર 41 C થી 42 C વચ્ચે આવેલ ફાટકના કારણે અવારનવાર સિવિલ હોસ્પિટલ જતા ઈમરજન્સી કેસમાં ઘણી તકલીફો નો સામનો કરવો પડે છે જેને લઈને અંડર ગ્રાઉન્ડ બ્રિજ ની સરપંચ જીવનભાઈ વોરા દ્વારા માંગ કરાતા તેમની સ્થળ મુલાકાત લઈ સર્વે કરવાની ખાતરી આ તકે સાંસદે આપેલ ત્યારબાદ ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે પાણીના સંપ તથા બાબા સાહેબ આંબેડકર વોલ અને ત્યાં પર ચાલતા પેવર બ્લોક કામની મુલાકાત કરી અને દલિત સમાજને સારી એવી વાડીની વ્યવસ્થા તથા પાણીની વ્યવસ્થાઓ કમ્પાઉન્ડ હોલ સાથે પેવર બ્લોક સહિતની કામગીરીથી પ્રભાવિત થઈ દલિત સમાજના આગેવાનો દ્વારા સાંસદની ઉપસ્થિતિમાં લીલીયાના સરપંચ જીવનભાઈ વોરા નો આ તકે સમાંજ દ્વારા આભાર માનવામાં આવેલ ત્યારબાદ લીલીયા મોટા ખાતે આવેલ ગોપાલ ગૌશાળા ખાતે વિસ્તારના સાંસદ ભરતભાઈ સુતરીયા દ્વારા મુલાકાત કરાઈ જ્યાં ગૌ શાળા પરિવાર દ્વારા સાંસદનું સન્માન કરી ગૌ શાળા ની વિવિધ સેવાઓ થી સાંસદ ને અવગત કરાયા અને ગૌ શાળા ખાતે પેવર બ્લોક રોડનું ભૂમિ પૂંજન સાંસદના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ તકે લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ સહિત ભાજપ પરિવારના કાર્યકરો,હોદ્દેદારો પદાધિકારીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image