કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સોમનાથ હેલીપેડ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત* - At This Time

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સોમનાથ હેલીપેડ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત*


કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સોમનાથ હેલીપેડ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત

ગીર-સોમનાથ તા.૦૮: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે બપોરે ગીર સોમનાથ જિલ્લાના એક દિવસીય પ્રવાસે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે આવેલા હેલિપેડ ખાતે હેલિકોપ્ટર મારફતે આવી પહોંચતાં તેમનું સહકાર રાજ્યમંત્રી શ્રી જગદિશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રીના સ્વાગત-સત્કાર માટે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબેન મુછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબહેન જાની, જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈ.જી. શ્રી નિલેશ જાજડિયા, જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા, અગ્રણી સર્વ શ્રી ઝવેરીભાઈ ઠકરાર, શ્રી સંજય પરમાર, શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, રાજશીભાઈ જોટવા, માનસિંહ પરમાર, ડોલર કોટેચા, ગીરીશભાઈ કોટેચા, ગૌરવ રૂપારેલિયા ઉપસ્થિત રહ્યાં હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે, હેલિપેડ ખાતે ઉતર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે ભગવાન સોમનાથની દર્શન અને પૂજા-અર્ચન કરીને તેમના આગળના કાર્યક્રમ માટે કોડિનાર ખાતે રવાના થશે.
ગૃહમંત્રીશ્રી બપોર બાદ કોડિનાર સુગર મિલના મેદાનમાં તાલાલા અને કોડિનાર સુગર મિલોના પુનરુદ્ધાર અને આધુનિકીકરણ કાર્યનું ભૂમિપૂજન કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image