અંકલેશ્વર ડી જીવીસીએલ કચેરી દ્વારા ઝુંપડા વીજળીકરણ યોજનામાં નિ:શુલ્ક વીજ કનેક્શન અપાયા =ઝુંપડા વીજળીકરણ યોજના”અંતર્ગત શહેરમાં ૪૦ કુટુંબોને નિ:શુલ્ક વીજ કનેક્શન અપાયા
અંકલેશ્વર ડી જીવીસીએલ કચેરી દ્વારા ઝુંપડા વીજળીકરણ યોજનામાં નિ:શુલ્ક વીજ કનેક્શન અપાયા
=ઝુંપડા વીજળીકરણ યોજના”અંતર્ગત શહેરમાં ૪૦ કુટુંબોને નિ:શુલ્ક વીજ કનેક્શન અપાયા
અંકલેશ્વર શહેર ડી જી વી સી એલ પેટા વિભાગીય કચેરી દ્વારા શહેરી વિસ્તારમાં રાજ્ય સરકાર ની ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજના અંતર્ગત ૪૦ કુટુંબોને નિ:શુલ્ક વીજ કનેક્શન આપવા આવ્યા છે સાથે અન્ય લાભાર્થીઓ ને નિ:શુલ્ક વીજ કનેક્શન આપવા માટે નો સર્વે હાથ ધરવામાં આવ્યો છે ,
રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો ને તમામ પાયાની સુવિધાઓ મળે તે માટે વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ થકી છેવાડાના લોકોને લાભ થઇ રહ્યા છે.દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજના અંતર્ગત શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો માટે સીંગલ પોઇન્ટ પર વપરાશના વીજ જોડાણ વિનામૂલ્યે આપવાના હેતુસર ઝૂંપડા વીજળીકરણ યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજનાનો લાભ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના બીપીએલ લાભાર્થીઓ ઉપરાંત અન્ય ગરીબ કુટુંબો કે જેમની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.૧.લાખ ૨0 હજાર તેમજ ગ્રામ્ય વિસ્તાર માં રૂ ૧ લાખ થી વધુ ન હોય તેવા તમામ કુટુંબો ને આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વર શહેર ડી જી વી સી એલ પેટા વિભાગીય કચેરી દ્વારા અંકલેશ્વર ના શહેરી વિસ્તારમાં બી પી એલ લાભાર્થીઓ તેમજ નિર્ધારિત ઓછી વાર્ષીક આવક ધરાવતા કુટુંબો નો સર્વે હાથ ધરી ઝુપડપટ્ટી વીજળી કરણ યોજના અંતર્ગત સિંગલ ફેઈઝ વીજજોડાણ વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે. સરકાર ની આ યોજના થી ગરીબી રેખા હેઠળ જીવતા લોકો ના ઘરમાં અજવાળું પથરાતા લાભાર્થીઓ માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.