ધંધુકા તાલુકાના ખડોળની વાળા એલ.આર.હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ હેઠળ ખોખો રમત યોજાઈ - At This Time

ધંધુકા તાલુકાના ખડોળની વાળા એલ.આર.હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ હેઠળ ખોખો રમત યોજાઈ


ધંધુકા તાલુકાના ખડોળની વાળા એલ.આર.હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ હેઠળ ખોખો રમત યોજાઈ

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ખડોળ વાળા એલ આર હાઇસ્કુલના યજમાન પદે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ખોખોની રમત યોજાઈ.આ સ્પર્ધામાં અંડર ઇલેવન અંતર્ગત 14,અન્ડર ફોર્ટીન 8, ઓપન ખોખો અંતર્ગત ત્રણ ટીમોના 150 ઉપરાંત ખેલાડીઓ,નોડલ ટીચર્સ અને આયોજકોએ જોડાયા હતા. ખો ખો રમતની યજમાન શાળા વાળા એલ.આર. હાઈસ્કૂલના આચાર્યશ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમે ખૂબ જ જાહેમત ઉઠાવી આયોજન અને વ્યવસ્થા કરી હતી.આ પ્રસંગે હાઈસ્કૂલના ટ્રસ્ટી મહિપતસિંહ વાળા,જીતુભા વાળા, મહોબતસિંહ વાળા, કલ્યાણસંગભાઈ ટાંક, ભગવતસિંહ વાળા તેમજ અતિથિ વિશેષ તરીકે ધંધુકા તાલુકા બી.આર.સી કો-ઓ. ડૉ.રઘુવીરસિંહ ચુડાસમા,ધંધુકા તાલુકા વ્યાયામ મંડળના પ્રમુખ પ્રવિણસિંહ રાઠોડ,મંત્રી સુખદેવભાઈ રાઠોડ,મંત્રી વિક્રમભાઈ ખાંટ,અનિરુદ્ધસિંહ ડોડીયા, પ્રભાતસિંહ સોલંકી, બળવંતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.શાળા પરિવારે ખેલ મહાકુંભની મશાલ પ્રગટાવી ઉપસ્થિત તમામને આવકાર્યા હતા. ખેલાડીઓ સમેત તમામ માટે અલ્પાહારની વ્યવસ્થા કરી હતી. ઉલ્લેખનીય છે કે વાળા એલ.આર. હાઈસ્કૂલના હાઇસ્કુલના ઉત્સાહી આચાર્ય હિતેન્દ્રસિંહ ગોહિલના આગમનથી શાળામાં નવસંચાર થયો છે.જેના પરિણામ સ્વરૂપે ખડોળ બીટના ગામોના આગેવાનોએ આ શાળાના ગ્રાઉન્ડ માટે 1200 ઉપરાંત ટ્રેક્ટર માટી નાખીને પુરાણ કરી આપેલ છે.તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાઓ દ્વારા શાળાને તાલુકાની શ્રેષ્ઠ શાળા તરીકે સ્થાપિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.