બાલાસિનોર રૈયોલી ફોસિલ પાર્ક ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં વિકાસ પદયાત્રા યોજાઈ
મહીસાગર જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ બાલાસિનોર તાલુકાના રૈયોલી ગ્રામ પંચાયતથી ડાયનાસોર ફૉસિલ પાર્ક સુધી આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિડોરની પ્રેરક ઉપસ્થિતિમાં પદયાત્રા નીકળી હતી. અને ૮૮.૮૬ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિડોરએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ - ૦૭ ઓક્ટોબર ૨૦૦૧ માં મુખ્યમંત્રી તરીકે શપથ લઈ વણથંભી વિકાસ
યાત્રા શરૂ કરાવી હતી. આજે છેવાડાના દરેક વ્યક્તિની સરકાર દરકાર લઈ અનેક યોજનાઓ થકી તેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ વિકસિત ભારતના સપનાને સાકાર કરવા એક ભારત શ્રેષ્ઠ ભારતનુંનિર્માણ કરવુંપડશે. આ પ્રસંગેજિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલએ જણાવ્યુંહતુંકે, વડાપ્રધાન દ્વારા અનેકવિધ યોજનાઓ થકી દરેકના જીવનમાં ઉજાસ ભરવાની કામ કર્યું છે. આયુષ્યમાન કાર્ડ, વીજળી, પાણી, મફત અનાજ જેવી અનેક યોજનાથી સર્વાગી વિકાસ થયોછે.આ પ્રસંગે બાલાસિનોર ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વિકસિત ભારતની ઉજવણી થ ઈ રહી છે ત્યારે જ્યોતિગ્રામ યોજના થકી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દરેકના જીવનમાં પ્રકાશનુંકિરણ પાડ્યુંછે.આ પ્રસંગે બાલાસિનોર પ્રાંત અધિકારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને રમત ગમત અધિકારીએ આભારવિધિ કરી હતી. મહાનુભાવોઓ સહિત ગ્રામજનોએ ભારત વિકાસ સપથ લીધા હતા. મંત્રી સહિત મહાનુભાવોએ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. શિક્ષણ મંત્રી ડો. કુબેર ભાઈ ડિંડોર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વિશ્વનું ત્રીજા નંબરનું ડાયનાસોર ફોસીલ પાર્કની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીસી એલ પટેલ, નિવાસી અધિક કલેકટર સી વી લટા,પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિધાર્થ, પૂર્વધારાસભ્ય કાળુભાઈ,સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.