ગઢડાના શુભમ્ ગ્રાફિકસના માલિક મનોજભાઈ આચાર્યની એક અનોખી સેવાને લોકોએ બિરદાવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vsbi76d3kf7kzjc9/" left="-10"]

ગઢડાના શુભમ્ ગ્રાફિકસના માલિક મનોજભાઈ આચાર્યની એક અનોખી સેવાને લોકોએ બિરદાવી


કહેવાય છે કે જેને કામ કરવું જ છે તેમને કોઈ ક્ષેત્ર નાનું નથી લાગતું. અને જે કાર્ય કરીએ તેમાં ભલે કોઈ ભાવ સમાયેલ હોય પણ એક નિસ્વાર્થ ભાવે એક સેવાની જ્યોત સતત ચાલુ રાખવી એ પણ એકપણ એક બહુમૂલ્ય છે. આવી જ કંઈક વાત કરીએ તો ગઢડાના શુભમ્ ગ્રાફિકસના સંચાલક અને માલિક એવા મનોજભાઈ આચાર્ય જેઓ અવિરત રીતે વિનામૂલ્યે એસટી બસોના રૂટ બોર્ડ બનાવે છે. તેમણે આ સેવાની શરૂઆત ગઢડા એસટી ડેપોના રૂટ બોર્ડ બનાવીને કરી હતી. આજે ધીરેધીરે તે સમગ્ર ગુજરાતના એસટી ડેપોના રૂટ બોર્ડ વિનામૂલ્યે બનાવી રહ્યા છે એ પણ એક યોગ્ય માપસાઈઝ મુજબ યુનિક રીતે બનાવી આપે છે અને પહેલી નજરમાં જોતા એવું લાગે કે શુભમ્ ગ્રાફિક્સને જાણે કોઈ ગુજરાત રાજ્ય વાહન વ્યવહારના રૂટ બોર્ડ બનાવવાનું ટેન્ડર ભર્યું હશે ! પણ નહીં પોતાના સ્વખર્ચે ડેપો સુધી આવી અને બોર્ડ લઈ જવું અને તેનું વિનામૂલ્યે પ્રિન્ટિંગ કરીને ફરીપાછું તેમને ડેપોમાં બસોના સમય મુજબ પહોંચાડી દેવું. આવું ભાગીરથી કાર્ય માત્ર શુભમ્ ગ્રાફિક્સ જ કરી શકે તે વાત ચોક્કસ છે. અને જો બસોમાં રૂટ બોર્ડ યોગ્ય રીતે લખેલા ન હોય તો અભણ તો શુ ભણેલા લોકો પણ એસટી બસોની ફરતે ચક્કર લગાવતા જોવા મળતા હોય છે. ખરેખર એસટી વિભાગ તેમજ ગુજરાત વાહનવ્યવહાર મંત્રીશ્રી દ્વારા પણ તેમની વિશેષ નોંધ તેમજ તેમનું જાહેરમાં બહુમાન થવું જોઈએ એવું લોકો ઇચ્છિ રહ્યા છે. તેમનું આ વિશિષ્ટ કાર્ય પણ એક દેશપ્રેમીનું સારું એવું દ્રષ્ટાંત પુરૂ પાડે છે. તેમના આ કાર્યમાં ગઢડાના યુવાન રવિભાઈ પરમાર પણ સંપૂર્ણ સહકાર આપી રહયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]