રાજકોટના જસદણ ખાતે આવતીકાલે એટ ધીસ ટાઇમ મીડિયા લિમીટેડની પ્રથમ બ્રાન્ચ નું ડૉ.ભરતભાઈ બોઘરના વરદ હસ્તે શુભારંભ. - At This Time

રાજકોટના જસદણ ખાતે આવતીકાલે એટ ધીસ ટાઇમ મીડિયા લિમીટેડની પ્રથમ બ્રાન્ચ નું ડૉ.ભરતભાઈ બોઘરના વરદ હસ્તે શુભારંભ.


એટ ધીસ ટાઇમ મીડિયા જે રાજકોટ જિલ્લાના જસદણ ખાતે ૧૫ ઓગસ્ટ ૨૦૦૮ માં શરૂ થયેલ અને મીડિયાના વિવિધ ક્ષેત્રે તે હાલમાં કામ કરી રહ્યું છે. એટ ધીસ ટાઇમ મીડિયા અલગ અલગ દસ વિભાગોમાં કામ કરી રહ્યું છે જેમાં મુખ્ય છે સમાચાર એપ, બુક વિભાગ, મેગેઝીન વિભાગ, વાઇરલ અને ઇવેન્ટ, બ્રાંડિગ, મેગેઝિન, આઉટડોર પબ્લિસિટી વગેરે નાના મોટા ઘણા અલગ અલગ વિભાગો માટે કામ કરી રહ્યું છે,

એટ ધીસ ટાઇમ એક એવું મિડીયા પ્લેટફોર્મ છે જે ગ્રામ્ય ક્ષેત્રે પોતાનું મહત્તમ પ્રદાન આપે છે. આજે જસદણ, બોટાદ, મહુવા, ગાંધીનગર, મહુવા, વગેરે જેવા તાલુકાઓમાં એટ ધીસ ટાઇમની હાજરી છે, એટ ધીસ ટાઇમ મીડિયાનો સંકલ્પ છે કે તેઓ ભવિષ્યમાં સમગ્ર ભારતમાં ૬૨૦૦ અલગ અલગ તાલુકા મથકમાં પોતાની બ્રાન્ચ ઓફિસ શરૂ કરીને લોકોને સમાચાર દ્વારા સેવાઓ પૂરી પાડશે,

કહેવાય છે કે હિમાલય પર પહોંચનાર માણસે પણ એક વખત તો પ્રથમ ડગ માંડ્યું જ હશે એ મુજબ આ ૬૨૦૦ બ્રાન્ચ ઓફિસોમાંની પ્રથમ બ્રાન્ચ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જસદણ ખાતે તા. ૫ એપ્રિલ ૨૦૨૫ શનિવારના રોજ ડૉ. ભરતભાઈ બોઘરાના વરદ હસ્તે શુભારંભ થવા જઈ રહી છે,

આ શુભ અવસરે એટ ધીસ ટાઇમ ના સમગ્ર ટીમ મેમ્બરોએ જસદણની સર્વે જનતાને તેમજ એટ ધીસ ટાઇમના ગુજરાતના ખૂણે ખૂણે વસેલા વાચક મિત્રોને આ અવસરે પધારીને શોભામાં અભિવૃદ્ધિ કરવા ભાવભર્યું નિમંત્રણ પાઠવાવમાં આવે છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image