પશુ માલિકોએ પોતાના પશુઓના રજીસ્ટ્રેશન ફરજીયાતકરાવવા પડશે - At This Time

પશુ માલિકોએ પોતાના પશુઓના રજીસ્ટ્રેશન ફરજીયાતકરાવવા પડશે


પશુ માલિકોએ પોતાના પશુઓના રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવા પડશે

જિલ્લામાં જાહેર રસ્તા ઉપર રખડતા પશુઓના કારણે ટ્રાફિકને અડચણ તથા વાહન અકસ્માતના બનાવો બનતા અટકાવવા સારું અને નામદાર હાઇકોર્ટના દિશા-નિર્દેશ મુજબ સાબરકાંઠા જિલ્લામાં રખડતા પશુઓને નિયંત્રણ કરવા તેમજ પશુમાલિકોની જવાબદારી/ઓળખ નક્કી કરવા માટે પશુઓ પર ટેગ/ચીપ લગાડી માલિકી રજીસ્ટ્રેશન કરાવવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ સાબરકાંઠા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
જે અંતર્ગત જિલ્લામાં વસવાટ કરતા તમામ પશુઓના (ગાય ભેંસ વગેરે) માલિક, ગોપાલકોએ આ જાહેરનામું પ્રસિદ્ધ થયેથી પોતાની માલિકીના તમામ પશુઓને અત્રેના જિલ્લાની નગરપાલિકાઓ/ગ્રામપંચાયતો તરફથી લગાડવામાં આવનાર ટેગ તથા ચીપ લગાડવી. પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાતપણે કરાવી લેવા હુકમ કરવામાં આવ્યો છે. ટેગ કે ચીપ લગાડેલ પશુની માલિકી બદલાય તો એટલે કે આવા રજીસ્ટ્રેશન કરાવેલ પશુના જો માલિક દ્વારા વેચાણ, ગીરો, બક્ષિસ અથવા વારસાઈ રૂપે માલિકી હક બદલાય કે પશુનું મરણ થાય તો તેની જાણ જે તે પશુના માલિકે તેઓના વિસ્તારની નગરપાલિકા/ ગ્રામપંચાયતને કરવાની રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા કરાવનાર શખ્સ ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ હેઠળ સજા તથા દંડને પાત્ર થશે

પશુ માલિકોએ પોતાના પશુઓના રજીસ્ટ્રેશન ફરજીયાતકરાવવા પડશે
આબિદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.