સામૂહિક આરોગ્ય કેન્દ્ર મટોડા ખાતે સગર્ભા માતાઓના આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો - At This Time

સામૂહિક આરોગ્ય કેન્દ્ર મટોડા ખાતે સગર્ભા માતાઓના આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો


સામૂહિક આરોગ્ય કેન્દ્ર મટોડા ખાતે સગર્ભા માતાઓના આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો
******
૩૨૮ હાઈ રીસ્ક સગર્ભા માતાઓએ આ કેમ્પનો લાભ લીધો
******
      સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર  મટોડા ખાતે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં સગર્ભા આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આરોગ્ય અધિકારી ખેડબ્રહ્મા ની સમગ્ર ટીમ દ્વારા મટોડાના અંતરિયાળ વિસ્તારના જોખમી સગર્ભા માતાઓની તપાસ ખાનગી અને સરકારી સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટરો દ્રારા કરવામાં આવી હતી.
       સગર્ભાવસ્થા દરેક સ્ત્રી માટે આનંદની ક્ષણ હોય છે. આ આનંદ યાદગાર ત્યારે જ રહે જયારે માતા અને ગર્ભસ્થ શિશુ તંદુરસ્ત હોય.માતા અને બાળ મરણ દર નીચે લાવવામાં સગર્ભાવસ્થા દરમિયાનની કાળજી અને તબીબી તપાસ મુખ્ય છે. સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ  આ કેમ્પમાં  સગર્ભા માતાઓનું વજન, ઊંચાઈ, લેબોરેટરી તપાસ, એ.એન.સી  પ્રોફાઇલ, હિમોગ્લોબીન,યુરિન આલ્બયુમીન તપાસ, સિકલ સેલની તપાસ અને અન્ય જરૂરી તપાસ કરવામાં આવી હતી.
   સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા તાલુકાની કુલ ૩૨૮ હાઈ રીસ્ક સગર્ભા માતાની સોનોગ્રાફી અને તમામ તપાસ કરી જરૂરી સારવાર જેવી કે ઓછા લોહીવાળી બહેનોને આર્યન સુક્રોઝ  તેમજ અન્ય જરૂરી સારવાર -સલાહ આપવામાં આવી  હતી.
    આ તમામ માતાઓ પૈકી દાંતની સારવારની જરૂરીયાતવાળી ૪૫ બહેનોને દાંતના ડોક્ટર દ્વારા  સારવાર આપવામાં આવી હતી. સગર્ભા માતાઓને એક કિલો મગ એક કિલો ચણા અને એક કિલો ખજૂરની કીટ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું .
કેમ્પના સ્થળે તમામ સગર્ભા માતાઓને નાસ્તો અને જમવાનું ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું.
      આ કામગીરીમાં તાલુકાના મેડિકલ ઓફિસર અને તાલુકાના આરોગ્ય સ્ટાફ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર મટોડાના સ્ટાફ દ્વારા કેમ્પને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.