જામનગરના શિક્ષણ અધિકારી ગુજરાતના સૌથી નબળા અને ધીમા અધિકારીનો યુવક કોંગી દ્વારા એવોર્ડ અપાયો - At This Time

જામનગરના શિક્ષણ અધિકારી ગુજરાતના સૌથી નબળા અને ધીમા અધિકારીનો યુવક કોંગી દ્વારા એવોર્ડ અપાયો


જામનગરમાં પલળી ગયેલા પુસ્તકોના મામલે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોનું શિક્ષણ અધિકારીને આવેદન

જામનગરના શિક્ષણ અધિકારી ગુજરાતના સૌથી નબળા અને ધીમા અધિકારીનો યુવક કોંગી દ્વારા એવોર્ડ અપાયો

જામનગર શહેરમાં પલળી ગયેલા પુસ્તકોના મામલે તપાસ માં ચાલતા ડીંડક અંગે યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઇ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું, જ્યારે સમગ્ર ગુજરાતના સૌથી નબળા અને ધીમા શિક્ષણ અધિકારી તરીકે નો એવોર્ડ પણ અપાયો હતો. અને દસ દિવસમાં તપાસ પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઇ હતી.

જામનગર શહેરમાં ગરીબ વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો પલળી જવા અંગેનું પ્રકરણ કેટલાય સમયથી ચાલી રહ્યું છે. જેની તપાસના નામે ડીંડક ચાલતું હોવાની રજૂઆત સાથે આજે જામનગર શહેર યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ ના કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચીને જુદી જુદી પાંચ માંગણીઓ સાથેનું વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ સમગ્ર પ્રકરણમાં અનેકવાર રજૂઆતો છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી યુવકુ કોંગી કાર્યકરો દ્વારા જામનગરના જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર ગુજરાતના સૌથી નબળા અને ધીમા અધિકારી તરીકેનો એવોર્ડ આપીને વિશેષ રીતે સન્માન કરવામાં આવ્યું હતું, જેથી ભારે કુતુહલ પ્રસર્યું હતું.સમગ્ર પ્રકરણની તપાસ ૧૦ દિવસમાં પૂર્ણ કરવામાં નહીં આવે, તો આ મામલે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા વધુ ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે તેવી પણ ચીમકી અપાઈ હતી.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.