અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયત હવે બનશે ધારી નગરપાલિકા.
અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયત હવે બનશે ધારી નગરપાલિકા.
ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવી દઈને ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે.
અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડીયાર માતા મંદિરથી નજીક છે, વળી, ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર આવેલા હોઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તેમજ સ્થાનિક રોજગારી સાથે આર્થિક-સામાજિક જીવનમાં પણ ઉન્નતિ થાય તેવા ધ્યેય સાથે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.
ધારી નગરપાલિકા રાજ્યની 160મી નગરપાલિકા બનશે.
આ ઉપરાંત, સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને અનુમતિ આપી છે.
આના પરિણામે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલપમેન્ટ પ્લાન સરળતાએ થઈ શકશે તેમજ સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે.
રિપોર્ટ - અશ્વિન બાબરીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.