ફૂડ બજાર પાસે સ્લેબ તૂટી પડતા 20 લોકો ઈજાગ્રસ્ત, એક મહિલા વેન્ટિલેટર પર; ફાયર બ્રિગેડની ટીમે વોકળામાંથી પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી - At This Time

ફૂડ બજાર પાસે સ્લેબ તૂટી પડતા 20 લોકો ઈજાગ્રસ્ત, એક મહિલા વેન્ટિલેટર પર; ફાયર બ્રિગેડની ટીમે વોકળામાંથી પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી


રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર હાલ એક મોટી દુર્ઘટના બની છે. રવિવારનાં રોજ આ રોડ પર ફૂડ બજાર ભરાય છે અને મોટી સંખ્યામાં લોકો અહી ખાવાપીવા માટે આવે છે. શહેરનાં સર્વેશ્વર ચોકમાં સંતોષ ભેલ પાસેનો સ્લેબ તૂટી જતાં અનેક લોકો નીચે પટકાયા તો અમુક ઘાયલ થયા. આ ઘટના ઘટતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની બે ગાડી અને એમ્બ્યુલન્સ પહોંચી. સર્વેશ્વર ચોકમાં બનેલી ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ જારી છે. જોકે, હજુ સુધી ઘટનાના કારણે મોતનો કોઈ આંકડો સામે આવ્યો નથી. સર્વેશ્વર ચોકમાં બનેલી ઘટનામાં વોકળા ઉપરનો સ્લેબ તૂટી પડતા 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને હોસ્પિટલમાં દાખલ એક મહિલાની હાલત ગંભીર છે. જોકે, હજુ સુધી ઘટનાના કારણે મોતનો કોઈ આંકડો સામે આવ્યો નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.