સુરેન્દ્રનગર જિલ્લામાં SBI ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં તાલીમાર્થી બહેનોને જાગૃત કરાયા. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લામાં SBI ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં તાલીમાર્થી બહેનોને જાગૃત કરાયા.


ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૦૧થી ૦૭ ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તા. ૦૨ ઓગસ્ટના રોજ બેટી બચાઓ, બેટી પઢાઓ દિવસ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન સુરેન્દ્રનગર દ્વારા મહિલાઓમાં જાગૃતિ આવે તે હેતુસર SBI ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના તાલીમાર્થી બહેનોને મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી કાઉન્સેલર મધુબેન વાણિયા દ્વારા ૧૮૧ મહિલા હેલ્પ લાઇન વિશે વિગતવાર યોજનાકીય માહિતી આપવામાં આવી હતી તેમજ અન્ય કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા દ્વારા ૧૮૧ મહિલા હેલ્પ લાઇન એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી હતી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી હાજર શી ટીમના કર્મચારીઓ દ્વારા શી ટીમની સમજુતી આપવામાં આવી હતી નારી ઉત્કર્ષ માટેની અનોખી પહેલ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યમાં તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.