યુવતીના થયેલ ખુન ના ગુનામાં સાક્ષી બનેલો તેજ આરોપી નીકળ્યો. - At This Time

યુવતીના થયેલ ખુન ના ગુનામાં સાક્ષી બનેલો તેજ આરોપી નીકળ્યો.


મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારના બેડજ ગામની સીમમાં ડુંગરની કોતરોમાં પંડોલી ગામની એક યુવતીનું થયેલ ખૂન ના ગંભીર અને ચર્ચાસ્પદ ગુન્હામાં સત્ય હકીકત બહાર લાવી તેમજ ગુન્હાનો સાક્ષી એ જ આરોપી હતો તેને પકડી ગુન્હાનો સાચો ભેદ ઉકેલતી એલ.સી.બી. મોડાસા અરવલ્લી પોલીસ.
મેઘરજ તાલુકામાં આવેલું પંડોળી ગામ માં તારીખ 14/6/2022 ના રોજ બેડજ ગામની see more જંગલમાં બનેલ ખૂનના ચર્ચાસ્પદ ગુન્હાની તપાસ કરતા ફરિયાદી જયંતીભાઈ જીવાભાઇ મોટી પાંડુલી ના હોય જણાવેલ કે પોતાની છોકરી મનિષાબેન ને ગાલ પર લાફો મારી માથાના પાછળ ના ભાગે પાઈપ મારી મોટર સાઈકલ પર પરાણે બેસાડી અપહરણ કરી બેડજ ગામની સીમમાં ડુંગરની કોતરોમાં લઈ જઈ મારી નાખી બાવળ ના ઝાડ પર લટકાવી દીધી છે તેવી ફરીયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું કે મનિષાબેન ને આરોપી કિરણ મનોહરલાલ ભગોરા, રહે, ધલિયાણા તા, આસપુર, જિ, ડુંગરપુર સાથે પ્રેમ સંબંધ હતો અને મનિષાબેન આરોપીને બેડજની સીમમાં મળવા ગઈ હતી. મનિષાબેન ના મોબાઈલ પર અનિલ રાત, રહે ઊપલા રાસ્તા ના આવાર નવાર મેસેજ આવતાં ચારિત્ર્ય બાબતે વહેમ રાખી મનિષાબેન ને જોરથી લાફો મારતાં તે નીચે પડી જતાં માથાના પાછળ ના ભાગે ઈજા થતાં બે ભાન થતાં આરોપી એવું સમજ્યો કે મનિષાબેન મરી ગઈ તેથી આરોપીનું નામ ના આવે એટલે મનિષાબેન જાતે ગળે ફાંસો ખાઈ મરી ગયા છે તે બતાવવા દુપટ્ટા વડે ગળે ફાંસો આપી બોરડી ના ઝાડ પર બાધી મોત નીપજાવી ગુન્હો આચરેલ તે હકીકત તપાસમાં જણાઈ આવી હતી.
પોતે આરોપી માંથી બચવા ફરિયાદી ને ખોટી માહિતી આપી ફરિયાદી અને પોલીસ ને ગેર માર્ગે દોર્યા.
પોલીસે આરોપી ના ઘરે થી મનિષાબેન નો મોબાઇલ જપ્ત કર્યો.
પોલીસે આરોપી કીરણ મનોહરલાલ ભગોરા ની ધરપકડ કરી છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.