વિસાવદર તાલુકાના રામપરા મા રૂપલ ધામ ખાતે ભવ્ય પાટોત્સવ અને સમૂહ લગ્ન મહોત્સવનુ આયોજન - At This Time

વિસાવદર તાલુકાના રામપરા મા રૂપલ ધામ ખાતે ભવ્ય પાટોત્સવ અને સમૂહ લગ્ન મહોત્સવનુ આયોજન


વિસાવદર તાલુકાના રામપરા મા રૂપલ ધામ ખાતે ભવ્ય પાટોત્સવ અને સમૂહ લગ્ન મહોત્સવનુ આયોજન
વિસાવદર તાલુકાના રામપરા ખાતે આવેલ મા રૂપલ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ આગામી તારીખ 28/3/23 ના રોજ 23 મોં પાટોત્સવ અને સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સંતવાણી તેમજ રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આઈ શ્રી રૂપલમાના સાનિધ્યમા આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. જેમાં ગુજરાત અને સૌરાષ્ટના નામી કલાકારો પોતાની વાણીનો લાભ આપ છે. તારીખ 28/3/23 ના રોજ સંતવાણી અને રાસ ગરબાનુ આયોજન છે. તેમાં ગીતાબેન રબારી અને સાથી કલાકારો , ભવ્ય સંતવાણી રજુ કરશે. જયારે તારીખ 29/3/23 ના રોજ પૂનમ બેન ગઢવી બાબુભાઇ આહીર,મહાદેવ આહીર વગેરે કલાકારો રાસ ગરબાની રમઝટ બોલાવશે સાથે અન્ય કલાકારો પણ લાભ આપશે તો દરેક ધર્મ પ્રેમી જનતાને પધારવા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon