સુપ્રસિદ્ધ ગ્લોબલ આઈ.વી.એફ સેન્ટરનાં ડૉ. સુરેજા દંપતીનો પર્યાવરણ પ્રેમ : ૨૫૦ વૃક્ષો માટે આપ્યું સદભાવનાને અનુદાન - At This Time

સુપ્રસિદ્ધ ગ્લોબલ આઈ.વી.એફ સેન્ટરનાં ડૉ. સુરેજા દંપતીનો પર્યાવરણ પ્રેમ : ૨૫૦ વૃક્ષો માટે આપ્યું સદભાવનાને અનુદાન


સુપ્રસિદ્ધ ગ્લોબલ આઈ.વી.એફ સેન્ટરનાં ડૉ. સુરેજા દંપતીનો

પર્યાવરણ પ્રેમ : ૨૫૦ વૃક્ષો માટે આપ્યું સદભાવનાને અનુદાન

ડૉ. દર્શન સુરેજા અને ડૉ. ફાલ્ગુની સુરેજાએ સમાજના વિવિધ વર્ગના લોકો માટે કર્યું પ્રેરક કાર્ય

રાજકોટ કુદરતે બે પૈસા આપ્યા હોય તો લોકો યથાશક્તિ અનુદાન કરતા હોય છે. અનુદાન વિવિધ વસ્તુઓ માટે થાય છે. વર્તમાન સમયમાં પર્યાવરણની ખરાબ પરીસ્થિતિને જોઇને હવે પર્યાવરણ માટે શ્રીદાન આપવાનો સમય છે ત્યારે રાજકોટનાં સુપ્રસિદ્ધ ગ્લોબલ આઈ.વી.એફ સેન્ટરનાં પર્યાવરણ પ્રેમી ડૉકટર દંપતી દર્શન સુરેજા અને ફાલ્ગુની સુરેજાએ સદભાવના વૃદ્ધાશ્રમની વૃક્ષારોપણ પ્રવૃત્તિમાં ઊંડો રસ લઇ ૨૫૦ વૃક્ષો વાવવા અને ઉછેરવા માટે અનુદાન આપ્યું છે. પર્યાવરણ એ હવેની સૌથી મોટી સમસ્યા છે. પર્યાવરણનું જતન કરવું એ સૌ ની ફરજ છે, સૌ ની જવાબદારી છે.
ડોક્ટર સુરેજા દંપતીએ જેમ પોતાના ક્ષેત્રમાં મોટી નામના મેળવી છે એમ પોતાનો પર્યાવરણ પ્રેમ છલકાવીને સદભાવના વૃદ્ધાશ્રમની પર્યાવરણ પ્રવૃત્તિમાં ઊંડો રસ દાખવી ૨૫૦ વૃક્ષો માટે અનુદાન આપી સમાજને પર્યાવરણ સેવાનો રાહ ચિંધ્યો છે. તેમના આ પર્યાવરણ પ્રેમને સમાજના વિવિધ વર્ગના લોકોએ નોંધ લીધી છે અને પર્યાવરણને બચાવવા સૌ આગળ આવી રહ્યા છે. વૃક્ષો સાથે માણસની યાત્રા માણસની દીવાસળીથી માંડીને અંતિમ સંસ્કાર સુધીની છે. વૃક્ષો આપણા ભાઈ જેવા જ કહેવાય. કોઈ પણ એક વ્યક્તિ પોતાના જીવનમાં અલગ અલગ રીતે ૨૨ ઝાડનો ઉપયોગ કરે છે. જયારે પર્યાવરણ માટે કશું કરવું હોય ત્યારે એક વ્યક્તિએ ૨૨ થી વધારે ઝાડ વાવવા જોઈએ. ઝાડ એ ઓક્સિજનનું કારખાનું છે. તુલસી, અજમો, કોથમીર, ફુદીનો વગેરેનો ઔષધિ તરીકે પણ ઉપયોગ થાય છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.