નવાગામમાં રિસામણે આવેલી રીટાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

નવાગામમાં રિસામણે આવેલી રીટાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ


નવાગામમાં માવતરે આવેલી પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.તેમને સાસરે મનમેળ ન આવતા તેણી રિસામણે આવી હતી.એક વર્ષ પૂર્વે જ તેમના લગ્ન થયા હતા.તેણીના મોતથી પરિવારમાં શોક છવાયો છે.વધુ વિગતો અનુસાર,નવાગામમાં માવતરે આવેલી રીટાબેન શૈલેષભાઈ ચારોલીયા નામની 21 વર્ષની પરિણીતાએ રાત્રિના સમયે પાઇપમાં ચુંદડી બાંધી આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે તેણીના મૃત્યુદેહ ને હાલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.તેમના એક વર્ષ પહેલાં જ સરધાર ગામે રહેતા શૈલેષ સાથે લગ્ન થયા હતા. તેણી એક વર્ષ સાસરે રહ્યા બાદ પતિ સાથે મનમેળ ન થતા માવતરે રહેવા આવી ગઈ હતી.ગઈકાલે સાંજે બંને પરિવાર વચ્ચે સમાધાન થયા બાદ આજે સાસરિયાંઓ રીટા ને તેડવા આવવાના હતા ત્યાં જ આજે આત્મઘાતી પગલુ ભરી લેતા અરેરાટી મચી ગઇ છે.પોતે એક ભાઈ ચાર બહેનમાં વચેટ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »