Vice President Election 2022: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ, PM મોદીએ કર્યું મતદાન

Vice President Election 2022: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ, PM મોદીએ કર્યું મતદાન


નવી દિલ્હી, તા. 06 ઓગસ્ટ 2022 શનિવારદેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયુ છે. આ ચૂંટણી જગદીપ ધનખડ અને માર્ગરેટ અલ્વા વચ્ચે છે. સંસદ ભવનમાં મતદાન કરવા માટે સાંસદોની લાંબી કતારો જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા મતદાન કરી ચૂક્યા છે.ભારતમાં ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ છે. જો કોઈ કારણસર રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો ઉપરાષ્ટ્રપતિ તેની જવાબદારી સંભાળે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદો જ મતદાન કરે છે. આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે. મતલબ ચૂંટણીમાં કુલ 788 વોટ પડી શકે છે. જેમાં લોકસભાના 543 અને રાજ્યસભાના 243 સભ્યો મતદાન કરે છે.કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ અને DMK સાંસદ દયાનિધિ મારન અને તિરુચી સિવાએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદમાં મતદાન કર્યું. ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી, કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર અને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને અશ્વિની વૈષ્ણવે સંસદમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો છે.પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ સાંસદ ડૉ. મનમોહન સિંહ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાનો મત આપવા વ્હીલચેર પર બેસીને સંસદ પહોંચ્યા.ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ મતદાન કર્યુ. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી અને શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંસદમાં મતદાન કર્યુ. રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે પણ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે સંસદમાં મતદાન કર્યુ. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને કેન્દ્રીય સંસદીય કાર્ય અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કર્યુ.ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન સવારે 10 વાગ્યાથી શરૂ થયુ છે અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. જે બાદ આની મતગણતરી કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »