રામપરા પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા નવરાત્રી મહોત્સવની ધામધૂમથી થશે ઉજવણી

રામપરા પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા નવરાત્રી મહોત્સવની ધામધૂમથી થશે ઉજવણી


ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળા પરિવાર અને રામપરા ગામ સમસ્તના સહયોગથી નવરાત્રી મહોત્સવ 2022 નું રંગારંગ આયોજન કરવામાં આવેલ છે આ નવરાત્રી મહોત્સવમાં નવે નવ દિવસ ગામના જાહેર ચોકમાં શાળાની બાળાઓ અને ગામની બહેનો નવરાત્રી મહોત્સવમાં સહભાગી બની મા શક્તિની આરાધના કરશે રોજે રોજ મંડળની બાળાઓ દ્વારા વિવિધ ગરબાઓ રજૂ થશે તથા આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત છેલ્લા દિવસે ગામ લોકોના આર્થિક સહયોગથી મંડળની તમામ બાલિકાઓને વિશેષ ઈનામોની લ્હાણી કરવામાં આવશે તો આ નવરાત્રી મહોત્સવમાં સહભાગી થવા તમામ ગામજનોને આમંત્રણ પાઠવામાં આવે છે

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »