લાઠી તાલુકા માં પોલિયો નાબુદી અભિયાન નું આયોજન - At This Time

લાઠી તાલુકા માં પોલિયો નાબુદી અભિયાન નું આયોજન


લાઠી તાલુકા માં પોલિયો નાબુદી અભિયાન નું આયોજન

લાઠી તાલુકા માં પોલિયો નાબુદી અભિયાન નું આયોજન
નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત લાઠી સિવિલ હોસ્પિટલ માં પોલિયો બુથ નું ઉદ્ઘાટન પદાધિકારીઓ દ્વારા કરાયું હતું. સ્થાનિક અગ્રણી ઓના વરદહસ્તે શિશુઓ ને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશન ના પ્રતિનિધિ એ લાઠી તાલુકા ના ગામો ના બુથ ની મુલાકાત લઈ કામગીરી ની સમીક્ષા કરી સંતોષ વ્યક્ત કરેલ હતો. મુખ્ય આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ સાલવી ના માર્ગદર્શન હેઠળ ત્રણ દિવસ સુધી ચાલનારા આ પોલિયો નાબુદી અભિયાન કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપી ડો આર આર મકવાણા એ વધુ માં વધુ બાળકો પ્રથમ દિવસે બુથ પર પોલિયો ના ટીપાં લે તેવી તમામ સ્ટાફ ને સૂચના આપી હતી. લાઠી તાલુકા ના તમામ ગામો માં ૧૧૨૯૯ બાળકો ને ૨૬૪ આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોલિયો ના ટીપાં પીવડાવવા માં આવશે. ડો. મુકેશ સિંગ, ડો. સાગર પરવડિયા, ડો. રોહિત ગોહિલ, ડો. નિશીથ છત્રોલા, ડો. હરિવદન પરમાર, બાલમુકુંદ જાવીયા અને સુપરવાઈઝર દ્વારા તમામ બુથ ની મુલાકાત લઈ આરોગ્ય સ્ટાફ દ્વારા પોલીયો નાબૂદી અભિયાન ને સફળ બનાવેલ હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image