બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે બંધારણ દિવસ નિમિત્તે મતદાન જાગૃતિ અંગે ગામ રેલી યોજી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vnktvwlnqc6sbslc/" left="-10"]

બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે બંધારણ દિવસ નિમિત્તે મતદાન જાગૃતિ અંગે ગામ રેલી યોજી.


દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે બંધારણ દિવસ નિમિત્તે મતદાન જાગૃતિ અંગે ગામ રેલી યોજી.

આજે 26 મી નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણું બંધારણ 26 મી નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. ભારતના બંધારણે 18 વરસથી મોટી ઉંમરના દરેક નાગરિકને મત આપવાનો અધિકાર આપ્યો છે. પરંતુ દર વખતે જનજાગૃતિના અભાવે મતદાન ઓછું થાય છે. એટલે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા આવે તથા બંધારણે આપેલા મતાધિકારથી માહિતગાર થાય તે હેતુથી આજે સર ભવાનીસિંહ વિદ્યાલયથી શાળાના વિદ્યાર્થીઓ તથા તમામ સ્ટાફ મિત્રો એ દાંતા ગામના મુખ્ય માર્ગો પર એક વિશાળ રેલી યોજી હતી. જેમાં દાંતા તાલુકાની આંગણવાડી ની બહેનો પણ જોડાઈ હતી.જેમાં blootuth સ્પીકર દ્વારા મતદાન પર કેટલાક સંદેશા પણ આપવામાં આવ્યા હતા. નજીકના સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમાં 100% મતદાન થાય એવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્યશ્રીએ બાળકોને મતદાન નું શું મહત્વ છે તે સમજાવ્યું હતું. તમામ સ્ટાફ મિત્રો અને તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

રિપોર્ટ નીલેશ શ્રીમાળી દાંતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]