બોટાદ ટાઉન પો.સ્ટે.ના અનડીટેક્ટ મો.સા.ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મો.સા.સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી જીલ્લા ટ્રાફિક શાખા,બોટાદ - At This Time

બોટાદ ટાઉન પો.સ્ટે.ના અનડીટેક્ટ મો.સા.ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મો.સા.સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી જીલ્લા ટ્રાફિક શાખા,બોટાદ


બોટાદ ટાઉન પો.સ્ટે.ના અનડીટેક્ટ મો.સા.ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મો.સા.સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી જીલ્લા ટ્રાફિક શાખા,બોટાદ

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ બોટાદ ટ્રાફીક શાખાના અધિકારી તેમજ કર્મચારીઓ બોટાદ ટાઉનમાં પેટ્રોલીગમાં હતા.દરમ્યાન તા.૧૬/૦૪/૨૦૨૪નાં રોજ બોટાદ ઢાકણીયા રોડ,ભગવાન પરા સ્કુલ પાસે ટ્રાફીકની ટીમનાં વાહન ચેકીંગ દરમ્યાન એક ઇસમ નંબર પ્લેટ વગરનું હિરો કંપનીનું સ્પેલન્ડર પ્લસ મો.સા. સાથે શંકાસ્પદ રીતે મળી આવેલ હોઈ,તે ઈસમને ઉભો રાખી તેનું નામ ઠામ પુછતા પોતાનું નામ વિજયભાઇ અનકુભાઇ ગોવાળીયા ઉ.વ.૨૪ રહે,ખાચર વાડી હોળાયા રોડ ગઢડા તા.ગઢડા જી.બોટાદ વાળો હોવાનું જણાવેલ હોય અને તેની પાસેના મો.સા.ની આર.સી.બુક તેમજ જરૂરી દસ્તાવેજ માંગતા પોતાની પાસેના હોય.અને ત્યારબાદ ખાનગી રાહે હકીકત મળેલ કે, ઉપરોકત વાહન બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ચોરાયેલ હોય અને શંકાસ્પદ હોય. જેથી મચકુર ઇસમ વિજયભાઇ અનકુભાઇ ગોવાળીયા પાસેથી મો.સા બાબત જીણવટભરી રીતે તપાસ કરતા મજકુર ઇસમએ મો.સા.બાબતે કોઇ સત્ય હકીકત જણાવેલ ના હોય,અને માલીકીપણા અંગે ગલ્લાતલ્લા કરતો હોય અને મો.સા.શંકાસ્પદ હોય અને કોઇપણ રીતે છળકપટથી મેળવેલ હોવાનું જણાઇ આવેલ હોય,જેથી મજકુર ઇસમના કબ્જાનું ઉપરોકત મો.સાની કિ.રૂ.૨૫,૦૦૦/- ગણી સી.આર.પી.સી. ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. તેમજ મજકુર ઈસમને સી.આર.પી.સી કલમ.૪૧(૧).(ડી) મુજબ અટક કરવામાં આવેલ અને વધુ તપાસ કરતા સદરી મો.સા. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૨૨૪૦૪૪૨/૨૦૨૪ આઇ.પી.સી. ૩૭૯ મુજબ ફરીયાદ દાખલ થયેલ હોય,જે મો.સા.ચોરીનો અનડીટેકટ ગુન્હો શોધી કાઢેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.