થાનગઢ પાલિકાએ લાખોના ખર્ચે વસાવેલા સાધનો બસ સ્ટેન્ડમાં ધુળ ખાઇ રહ્યા છે.
થાનગઢમાં હાલ સફાઇના પ્રશ્ને લોકો પરેશાન છે ઠેર ઠેર ગંદકીના કારણે સફાઇની માંગ ઉઠી છે ત્યારે પાલિકાએ લાખોના ખર્ચે વસાવેલા સાધનો બસસ્ટેન્ડમાં ધુળ ખાઇ રહ્યા છે થાનગઢ નગરપાલિકામાં દિવસેને દિવસે ગંદકીનુ સામ્રાજ્ય વધતો જાય છે અનેક વિસ્તારમાં ગંદકીના ઢગલા અને ભૂગોળ ગટર ઉભરાઈ રહી છે ત્યારે થાનગઢ નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ગ્રાન્ટ દઈને સાધનો વસાવવામાં આવ્યા છે જેની જાળવણીનો અભાવ પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે હાલ થાનગઢ બસ સ્ટેન્ડ નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે થાનગઢ નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી લાખો રૂપિયાના ખર્ચે આપેલ સાધન થાનગઢ બસ સ્ટેન્ડ ની અંદર રેઢા મૂકીને જતા રહ્યા છે આ સાધન કોઈ ચોરી જાય તો જવાબદારી કોની તે સવાલ ઉઠ્યા છે આ અંગે કોંગ્રેસના આગેવાન મંગળભાઈ ભગત, બેચરભાઈ સોલંકી, બાપાલાલ ઝાલાએ જણાવ્યું કે આ સાધન માટેની નગરપાલિકાએ પોતાના કમ્પાઉન્ડમાં મૂકીને સાચવવા જોઈએ ત્યારે ખુલ્લી જગ્યામાં મૂકીને ગમે ત્યારે અનેક વસ્તુઓ ચોરાઈ જાય તેમ છે આથી થાન નગરપાલિકાના વહીવટદારે આ બાબતે પગલાં લેવા જોઈએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.