લુણાવાડા પગપાળા મક્કા જવા નીકળેલા શિહાબ ચોતુરનું સ્વાગત કરાયુ - At This Time

લુણાવાડા પગપાળા મક્કા જવા નીકળેલા શિહાબ ચોતુરનું સ્વાગત કરાયુ


મક્કા મદિનામાં હજ જવુ એ દરેક મુસ્લિમ બિરાદરની ઈચ્છા હોય છે.પણ કેરાલાના એક યુવાન શિહાબ ચોતુર મક્કા મદિના ચાલતા જવાના નિર્ણયને ભારે આવકાર મળી રહ્યો છે.હાલ યુવાન કેરાલામાથી 2 જુને નીકળ્યો હતો. અને વિવિધ રાજ્યોમાંથી પગપાળા ચાલીને ગુજરાતમાં પહોચતા સ્વાગત કરવામા
આવ્યુ હતુ. ભરુચ,વડોદરા બાદ પંચમહાલ,બાદ મહિસાગર જીલ્લામાં આવી પહોચતા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામા આવ્યુ હતુ.લુણાવાડા ખાતે શિહાબ ચોતુર આવી પહોચતા નગર સહિતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા હજ માટે આટલી મોટી પગપાળા યાત્રા સફળ થાય તેવી દુઆઓ કરી હતી,શિહાબને પોલીસ સુરક્ષા પણ આપવામા આવી હતી.પછી તે આગળ જવા રવાના થયા હતા. તેઓ વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશી ઈરાન, ઈરાક, કુવૈત થઈ સાઉદી અરબિયાથી મક્કા પહોચશે.શિહાબની આટલી મોટી મકકા સુધીને પગપાળા હજયાત્રા સોશિયલ મિડીયામાં પણ ભારે ચર્ચાનો વિષય બની રહી છે.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon