પાડણ લોકનિકેત વિનય મંદિરના ધોરણ દસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.
સુઈગામ તાલુકાના લોકનિકેતન વિનય મંદિર પાડણ ખાતે આજે ધોરણ દસ ના વિદ્યાર્થી ઓનો વિદાય સમારંભ યોજાયો હતો..
કાર્યક્રમ ની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ પ્રાર્થના ગાન અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી શાળા ની બાળાઓ દ્વારા સ્વાગત ગીત થી આવેલ મહેમાનો નું ફૂલો થી સ્વાગત કરી કાર્યક્રમ ની શરૂઆત કરવા માં આવી હતી તથા શાળા ની બાળાઓ એ પોતાના વક્તવ્ય અને શાળા ના અનુભવો રજૂ કર્યા હતા તથા શાળા ના આચાર્ય અને શિક્ષક ગુરુજનો અને આવેલ અતિથિ મહેમાનો એ વિદ્યાર્થી ઓને પ્રેરણાદાયક વક્તવ્ય અને આશીર્વાદ અને શુભેચ્છા ઓ પાઠવી હતી...
ગાંધીવાદી વિચાર ધારા, સંયમ, સ્વચ્છતા, નિયમિતતા, સત્યપ્રેમ કરુણા અને અહિંસા ના પાઠ આ લોકનિકેતન વિનય મંદિર માં શિક્ષકો ભણાવે છે આ સંસ્થા માં વ્યસન છોડો શિક્ષણ સાથે નાતો જોડો, અને નિર્વ્યસની બનો જેવા અભિયાન પણ ચલાવવા માં આવે છે આ લોકનિકેતન વિનય મંદિર પાડણ એક "લોકનિકેતન પરીવાર " તરીકે પણ ઓળખાય છે કેમ કે અહીંયા સત્ય પ્રેમ કરુણા, અહિંસા, એકતા, ભાઈચારો, ના પાઠ ભણાવવા માં આવે છે.
આ વિદાય સમારંભ કાર્યક્રમ માં લોકનિકેતન વિનય મંદિર ના આચાર્ય અશ્વિનભાઇ રેવડ, શિક્ષક ગીરીશભાઈ પરમાર,શિક્ષક ભારતી બેન ચૌધરી, વાલા ભાઈ રાઠોડ, ખેમચંદ ભાઈ વાઘેલા, શાળા ના પૂર્વ આચાર્ય ઈશ્વરભાઈ ગૌસ્વામી, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ના આચાર્ય નરેન્દ્રભાઈ ખરાડી, દેવજીભાઈ ચૌધરી, પ્રા. શાળા ના નિવૃત શિક્ષક કરસનભાઈ પ્રજાપતિ, હરજીભાઇ રાજપૂત, દેવુસિંહ ચૌહાણ સહીત પાડણ ગામ ના ગ્રામ્યજનો, આગેવાનો, અને વાલીઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.. અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો અને વિદ્યાર્થી ઓને આશીર્વાદ આપી શુભેચ્છા ઓ પાઠવી હતી અને પ્રા.શાળા ના નિવૃત શિક્ષક કરસન ભાઈ પ્રજાપતિ એ શાળા ની વિદાય લેતી દીકરીઓ અને વિદ્યાર્થીઓને રોકડ સ્વરૂપે ઇનામ અપાયા હતા.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
