ભાભર હાઈવે ઉપર નેનોમાં અચાનક લાગી આગ - At This Time

ભાભર હાઈવે ઉપર નેનોમાં અચાનક લાગી આગ


ભાભર તાલુકાના રૂની ગામના ત્રણ વ્યક્તિ વહેલી સવારે પોતાની નેનો કાર નં.GJ-1-KL-8017 લઈને ભાભર જવા નીકળ્યા હતા, તે દરમ્યાન ભાભર હાઈવે ગાય સર્કલથી આગળ પહોચતાં તેમની નેનો કારમાં અચાનક આગ લાગી હતી.ભાભર હાઇવે ઉપર જોત જોતામાં આગે કાર માં વિકરાળ રૂપ ધારણ કર્યું હતું, અને કાર આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. સદનસીબે કારમાં સવાર ત્રણ (3) ઈસમો સાવચેત થઈ ગાડી છોડી દેતાં કારમાં આગ લાગતાં ગાડીમાં બેઠેલા કોઈને જાન હાની થવા પામી નહતી.
કાર સંપૂર્ણ આગામાં ભસ્મી ભૂત થયા પછી ભાભર નગરપાલિકા નું ફાયર ફાયટર આવ્યું હતું અને સળગી ઉઠેલ કારને ઠારવા મોડે મોડે આવી પહોંચ્યા હતા અને ભયાનક આગ લાગતાં વાહન નો ટ્રાફિક પણ એક સાઈડે અવર જવર કરવું પડ્યું હતું.આખરે આગ બુઝાઇ જતાં લોકોએ હાશકારો અનુ ભવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon