તમને ઘણુ દુ:ખ આપ્યું છે, માતાને ફોનમાં કહી 21 વર્ષીય યુવકનો ફાંસો ખાઈ આપઘાત
હનુમાન મઢી પાસે છોટુનગરમાં રહેતાં 21 વર્ષીય સુરેશ વડેચા નામના યુવાને ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.મુતક ચોરીના ગુનામાં જેલમાંથી છુટયા બાજ કરી જુગારમાં રૂપિયા હારી જતાં માતાને તમને ઘણું દુ:ખ આપ્યું છે ફોન કરી અંતિમ પગલું ભરી લીધું હતું.બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, હનુમાન મઢી પાસે છોટુનગર શેરી નં.13માં રહેતા સુરેશ રમેશભાઈ વડેચા (ઉ.વ.21) એ ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરની બાજુમાં આવેલ પિત્તરાઈના મકાનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે જાણ થતાં પરીવારજનો દોડી ગયા હતા.અને 108 મારફતે સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
પરંતુ ટુંકી સારવારમાં તેમનું મોત નિપજયું હતું.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો.વધુમાં બનાવ અંગે મૃતકના પિતાએ જણાવ્યું હતું કે સુરેશ તરબુચ વેંચવાનું અને ભંગારની ફેરી કરતો હતો.તેની ત્રણ માસ પહેલા ચોરીના ગુનામાં સંડોવણી ખુલતા કાલાવડ પોલીસે તેની ધરપકડ કરી જામનગર જેલનાં નાંખ્યો હતો.
દરમીયાન 20 દિવસ પહેલા તેને જેલમાંથી છોડાવ્યો હતો.બાદમાં તે ફરીવાર કામે લાગી ગયો હતો.દરમિયાન ગઈકાલે તે કામે ગયા બાદ તેની માતાને ફોન કરી મે તમને ઘણું દુ:ખ આપ્યું છે તેમજ હું આજીડેમમાં આપઘાત કરવા જાઉ છુ કહી ફોન કાપી નાંખ્યો હતો. બાદમાં પરીવારજનો તેની શોધખોળમાં આજીડેમ પર ગયા અને સુરેશે ઘરે આવી અંતિમ પગલું ભરી લિધું હતું તે સાત ભાઈ બહેનમાં વચ્ચે હતો. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
