માર્ચ મહિનાના પ્રથમ રવિવારે બોટાદમાં પુસ્તક પરબ કાર્યક્ર્મ યોજાયો; પુસ્તક પરબ અને શોધક પરિવારના સહયોગથી ‘કેન્સર વિજય’ પુસ્તક વિશે બુકટોકનું આયોજન કરાયું
(કનુભાઈ ખાચર દ્વારા )
માતૃભાષા અભિયાન અને શ્રી તખ્તસિંહજી જાહેર વાચનાલયના સહયોગથી પ્રથમ રવિવારે ૨ માર્ચના રોજ સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ કલાકે પુસ્તક પરબનું આયોજન 'વડીલોનો વિસામો' તખ્તસિંહજી જાહેર વાચનાલય, નદી કિનારે, પાળિયાદ રોડ - બોટાદમાં યોજાયું હતું. જેમાં પુસ્તક પરબ અને શોધક પરિવાર (રાજકોટ) અંતર્ગત વક્તા મહેન્દ્રસિંહ રાઠોડે 'કેન્સર વિજય' પુસ્તકનો પરિચય ઓનલાઇન અને ઓફલાઇન બંન્ને માધ્યમમાં સરળ વાણીમાં આપ્યો હતો. જેમાં મુકેશભાઈ મહેતા, બાબુભાઈ શેખલિયા, પ્રિયંકાબહેન ગોહિલ, ચંપાબહેન રાઠોડ વગેરે સાહિત્ય રસિક મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં. પુસ્તક પરબના કાર્યવાહક કુલદીપ વસાણી, બટુક રવૈયા, કુલદીપ ખાચર, રાજેશ શાહ, પારસ જી. ઓગાણિયા અને સમગ્ર વ્યવસ્થા અરમાનભાઈ તેમજ સમર્પણ ગ્રૂપના બાળકો દ્વારા સંભાળવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
