કુકાવાવ તાલુકાના રાંદલના દડવા ખાતે રવિરાંદલ માતાજીના મંદિરે બ્રહ્મલીન મહંત શ્રી બળવંત પ્રગટ બાપુ ની છઠ્ઠી પુણ્ય તિથિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી….
કુકાવાવ તાલુકાના રાંદલના દડવા ખાતે રવિરાંદલ માતાજીના મંદિરે બ્રહ્મલીન મહંત શ્રી બળવંત પ્રગટ બાપુ ની છઠ્ઠી પુણ્ય તિથિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી....
પોષ વદ ચોથ ને શુક્રવાર તારીખ 17 /1 /2025 ના રોજ બ્રહ્મલીન મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની છઠ્ઠી પુણ્ય તિથીમા બપોરના 11:00 કલાકે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો આ ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય ઉપ દંડક કૌશિકભાઇ વેકરીયા તેમજ પાણી પુરવઠા મંત્રી કૂવરજીભાઈ બાવળીયા, મનીષભાઈ સંઘાણી રાજદીપસિંહ રીબડા દડવાની દાતર તરીકે પ્રસિદ્ધ રવિ રાંદલ માતાજીના ચરણોમાં શિસ્ત જુકાવીને આશીર્વાદ લીધા હતા....
આ પુણ્યતિથિમાં દૂર દૂરથી સાધુ-સંતો પધાર્યા હતા અને રમેશ પ્રગટ બાપુ તેમજ હરેશ પ્રગટ બાપુ તેમજ મહંત પરિવાર દ્વારા સાધુ સંતોનુ ફૂલહાર અને ખેસ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું
મહંત શ્રી રમેશ પ્રગટ સમજુ પ્રગટ ગોસાઈ તેમજ હરેશ પ્રગટ બાપુ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.....
બપોરના 3:00 કલાકે ભાવનાબેન પટેલ તેમજ સાથી કલાકાર સાથે આનંદનો ગરબા લેવામાં આવ્યા હતા...
અને સાંજના 7:00 કલાકે રાંદલ માતાજી ની મહા આરતી કરવામાં આવી હતી અને બપોરના 12:30 કલાકે તેમજ સાંજના 7 કલાકે બહોળી સંખ્યામાં ભાવીભક્તોએ મહાપ્રસાદ લીધો હતો....
તેમજ સાંજના 9:00 કલાકે રમેશ પ્રગટ ગોસાઈ તેમજ હરેશ પ્રગટ બાપુ દ્વારા સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પનોતા પુત્ર એવા ગણેશભાઈ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા. હતા અને તેમનુ મહંત પરિવાર દ્વારા ફૂલહાર અને ખેસ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું....
સંતવાણીમાં નામી અનામી કલાકાર જેવા કે લોકગાયક રાજભા ગઢવી દલસુખભાઈ પ્રજાપતિ જયદીપભાઇ સોની શ્રવણદાસ બાપુ ગુલાબગીરી બાપુ એ સંતવાણી તેમજ લોકસાહિતકારનો ભાવિ ભક્તોને આનંદ કરાવ્યો હતો.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે
