પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ, બરવાળા ખાતે આગામી તા.૧૪ /૦૯/૨૦૨૪ ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ, બરવાળા ખાતે પક્ષકારો વચ્ચે સંમતિથી સમાધાન કરી અને વિવાદનો સુખદ નિકાલ લાવવા માટે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન તા.૧૪ /૦૯/૨૦૨૪ના રોજ કરવામાં આવ્યું છે આ લોક અદાલતમાં સમાધાનપાત્ર ઈલેકટ્રીસીટી, લેણી રકમની તકરાર, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ-૧૩૮, ઘરેલું હિંસા અધિનીયમ, ભરણ પોષણ, દિવાની દાવા તથા સમાધાનપાત્ર ફોજદારી કેસો સહિત તમામ પ્રકારના સમાધાન લાયક કેસોનો સમાધાનથી નિકાલ કરવાના પ્રયાસો કરવામા આવશે જેથી લાગતા વળગતા પક્ષકારોએ સમાધાન માટે પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ, બરવાળા ખાતે તા. ૧૪/૦૯/૨૦૨૪ના રોજ યોજાનાર રાષ્ટ્રીય લોક અદાલતમાં ભાગ લેવા તથા વધુમા વધુ કેસો લોક અદાલતમાં મુકી શકાય અને પક્ષકારો નેશનલ લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક સમાધાન કરી શકાય તે માટે આ અંગેની વધુ જાણકરી મેળવવા માટે જિલ્લા સ્તરે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, બોટાદનો તથા તાલુકા સ્તરે તાલુકા કાનુની સેવા સમિતી બરવાળા, પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ, બરવાળાનો સંપર્ક કરવાનો રહેશે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.