ધ્રાંગધ્રામાં કરણી સેના દ્વારા સભા તથા આવેદન આપવામા આવ્યુ
ધ્રાંગધ્રામાં કરણી સેના દ્વારા સભા તથા આવેદન આપવામા આવ્યુ.
(તંત્રને આવેદનપત્ર પાઠવી હુમલાખોરોને ઝડપી પાડવા માંગ કરી.)
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા શહેરના સોની તલાવડી વિસ્તાર ખાતે અગાઉ મુશ્લીમ ટોળાએ નજીવી બાબતે ક્ષત્રિય પરીવારના ઘરમા ઘુસી હુમલો કયોઁ હતો જેમા ગંભીર રીતે ઇજાઁગ્રસ્ત ક્ષત્રિય યુવાનની ફરીયાદના આધારે ત્રણ મહિલાઓ સહિત કુલ નવ શખ્સો વિરુધ્ધ ગૃન્હો દાખલ કરાયો હતો પરંતુ આજદિન સુધી ત્રણ મહિલાઓ સિવાય અન્ય હુમલાખોરો પોલીસ ગીરફ્તથી દૂર હોય જેને લઇ કરણી સેના દ્વારા શહેરના ચરમાળીયા ગ્રાઉન્ડ ખાતે સભા યોજી હતી જેમા બજરંગદળ, વીએચપી સહિતની હિન્દુ સંસ્થા દ્વારા ટેકો જાહેર કરી હુમલાખોર વિધઁમીને ઝડપી પાડવા મામલતદાર અને ડી.વાય.એસ.પીને આવેદન પત્ર પાઠવ્યું હતુ જેમા ક્ષત્રિય યુવાન પર હુમલો કરી નાશતા-ફરતા શખ્સોને તાત્કાલિક પકડી પાડી કડક કાયઁવાહી કરવાની ઉગ્ર માંગ કરાઇ હતી. જ્યારે પોલીસ પ્રસાશન દ્વારા ટુંક સમયમા જ તમામ હુમલાખોરોને ઝડપી લેવાની બાહેધરી આપી શાંતિપુણઁ રીતે સભા સંપન્ન કરી હતી. આ સભા દરમિયાન ગુજરાત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ક્રિટાલસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા સહિત હિન્દુ સંગઠનના આગેવાનો પણ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.