જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ ખાતે પીડિયાટ્રીક ડાયાલિસિસ બેડની સુવિધાનો ઉમેરો થયો
જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ ખાતે પીડિયાટ્રીક ડાયાલિસિસ બેડની સુવિધાનો ઉમેરો થયો
**********
રાજસ્થાનના સાગવાડાની ૬ વર્ષિય દિકરી ખુશીના પિતા ખુશ છે કે તેમણે હિંમતનગર ખાતે આ ડાયાલીસીસ ની સુવિધા મળી રહી છે .
**********
સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ જિલ્લાની સાથે સાથે આસપાસના વિસ્તારના લોકો તેમજ અન્ય રાજ્યના લોકો માટે પણ આશીર્વાદરૂપ બની રહી છે.રાજસ્થાનની ૬ વર્ષિય ખુશી પંકજભાઇ ડોડિયારને અમદાવાદ હોસ્પિટલ થી હિંમતનગર ખાતે ડાયાલીસીસ માટે રિફર કરવામાં આવી.
ખુશીના પિતા પંકજભાઇ ડોડિયાર જણાવે છે કે, તેમની બાળકીને બંને કિડની ફેઇલ હોવાથી ડાયલીસીસ માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી રહ્યા હતા. રાજસ્થાન સાગવાડા થી અમદાવાદનું અંતર ખુબ હોવાથી અને તેમની પરિસ્થિતિ સામાન્ય છે. તેથી બાળકીના હિતમાં અમદાવાદ હોસ્પિટલના ડો.કિન્નરીબેન (પીડીયાટ્રીક નોરફોલોજિસ્ટ) હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ ખાતે રીફર કર્યા છે. અહીં અમને ખૂબ જ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ખુશીને અઠવાડિયામાં ત્રણ વાર આ ડાયાલિસિસ ની જરૂરિયાત છે જેથી તેઓ અહીં હિંમતનગર ખાતે ડાયાલીસીસ કરાવવા આવી રહ્યા છે અહીંનો સ્ટાફ, ડોક્ટરો ખૂબ જ માનવતા ભરી સંવેદના સાથે દીકરીને ડાયાલીસીસની સેવા આપે છે
પંકજભાઈ ડોડીયારે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આરોગ્ય સુવિધાઓ ખૂબ જ સારી મળી રહી છે. અહિં તેમને કોઇ પણ જાતના ભેદભાવ વિના સેવાઓ મળી રહી છે. તેથી તેઓ હિંમતનગર મેડિકલ કોલેજના સ્ટાફ અને ડોક્ટરો તેમજ ગુજરાત સરકારના ખુબ ખુબ આભારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ૨૦૦૩ થી અને જી.એમ.ઇ. આર. એસ મેડિકલ કોલેજ ખાતે ડાયાલીસીસ સેન્ટર કાર્યરત હતું. જેમાં થોડા દિવસ અગાઉ જ વધુ સુવિધા માટે પીડિયાટ્રીક ડાયાલીસીસ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલમાં ત્રણ બાળકો આ ડાયાલીસીસ બેડનો લાભ લઈ રહ્યા છે. જેમાં રાજસ્થાનથી આવેલી છ વર્ષીય ખુશી ડોડીયારનો સમાવેશ થઈ રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.