ગુજરાતની તમામ રેવન્યુ રેકર્ડની નોંધોની નોટિસો સાદી પોસ્ટના બદલે રજી. એડીથી બજાવવા અને પરિપત્રનો કડક અમલ કરાવવા ટિમ ગબ્બરની માંગ. - At This Time

ગુજરાતની તમામ રેવન્યુ રેકર્ડની નોંધોની નોટિસો સાદી પોસ્ટના બદલે રજી. એડીથી બજાવવા અને પરિપત્રનો કડક અમલ કરાવવા ટિમ ગબ્બરની માંગ.


વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા-એડવોકેટ સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી દ્વારા મુખ્યમંત્રી,
રેવન્યુ મંત્રી, રાજ્યપાલ,
તમામ જીલ્લા કલેક્ટર,
પ્રાંત અધિકારી તમામ જીલ્લા મામલતદાર તમામ જિલ્લા વિગેરેને લેખિતમાં રજુઆત કરી જણાવેલ છે કે, કોઈપણ પ્રકારની રેવન્યુ રેકર્ડમાં ફેરફાર કરવા માટે ગામના નમૂના નંબર ૬ માં નોંધ દાખલ કરતા અગાઉ જે તે આસામીઓને બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ ૧૩૫ મુજબની નોટિસ ફરજીયાત આપવાની કાનૂની જોગવાઈ છે અને આ બાબતે ગુજરાત સરકારના મહેસુલી વિભાગ દ્વારા પરિપત્ર ક્રમાંક -હકપ -૧૦૨૦૦૭- ૯૧૬ જ થી તા.૨૯ જૂન ૨૦૧૧ થી પરિપત્ર પણ બહાર પાડવામાં આવેલ છે તેમ છતાં આવા કોઈ પરિપત્રની અમલવારી રેવન્યુ તંત્ર કરતું ન હોય અને આવી નોટિસ જે તે મામલતદાર કચેરી તરફથી સાદી ટપાલથી હાલ જાવક નંબર નાખી મોકલાય છે અને આવી સાદી નોટિસ તૈયાર કરનાર વ્યક્તિ અન્યને ટપાલ પોસ્ટ કરે છે અને તેના કારણે કે અન્ય કોઈપણ કારણસર આવી નોટિસો જે તે અરજદારને સમય મર્યાદામાં મળતી નથી અને ત્રીસ દિવસ પુરી થતા આવી રેવન્યુ રેકર્ડમાં નોંધો પ્રમાણિત કરી દેવામાં આવે છે ત્યારે જેના નામેથી રેવન્યુ રેકર્ડ બીજાના નામે દાખલ થઈ જાય તેની પણ તેને ખબર હોતી નથી અને જ્યારે ખબર પડે ત્યારે આ બાબતને કોર્ટમા ચેલેન્જ કરવાનો પણ સમય જતો રહ્યો હોય છે અને ત્યારબાદ કોર્ટ કચેરીમાં વર્ષો સુધી આ બાબતે કેસ લડવો પડતો હોય છે અને ગુજરાતની પ્રજાને કોર્ટ કેસ લડવામાં ઘણો મોટો ખર્ચ સહન કરવો પડે છે અને માનસિક શારીરિક ત્રાસ સહન કરવાની નોબત આવે છે અને ઘણા કિસ્સામાં ૩૦ દિવસ બાદ આવી નોટિસો મળે છે અથવા જાણી જોઈને નોટિસ મોડી પોસ્ટ કરવામાં આવતી હોય તેવું પણ લોકોના ધ્યાનમાં આવેલ છે ત્યારે ગુજરાતમાં સંવેદનશીલ સરકારના નેતૃત્વમાં ઘણા બધા લોક ઉપયોગી જરૂરી સુધારા કરવામાં આવેલ હોય ત્યારે સરકાર દ્વારા આવી રેવન્યુ રેકર્ડની ફેરફારની નોંધો માટે પક્ષકારોને રજી.એડીથી નોટિસો મોકલાય તેવો સુધારો કરવામાં આવે તેવી સમગ્ર ગુજરાતની જનતાની માંગણી હોય આ બાબતે ટીમ ગબ્બર ગુજરાતની રજુઆત છે અને ટીમ ગબ્બર ગુજરાતની રજુઆત અંગે યોગ્ય નિર્ણય તાત્કાલિક અસરથી લેવા યોગ્ય કરવા અને ટીમ ગબ્બરની રજુવાત લાગુ પડતા અધિકારીને/વિભાગોમાં કરી કરાવી ટીમ ગબ્બર ગુજરાતની રજુવાત અન્વયે કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે અમારા ટિમ ગબ્બરના સરનામે મોકલવા અરજ કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયુંછે

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon