સંતરામપુર ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમનું અધિક નિવાસી કલેક્ટર ઉપસ્થિતિમાં રિહર્સલ કરાયું - At This Time

સંતરામપુર ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમનું અધિક નિવાસી કલેક્ટર ઉપસ્થિતિમાં રિહર્સલ કરાયું


૭૪માં પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપતાં અધિક નિવાસી કલેક્ટર

મહીસાગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને આઝાદ મેદાન સંતરામપુર ખાતે થનાર છે. જે અન્વયે આજરોજ અધિક નિવાસી કલેક્ટરની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિવસે યોજાનાર સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં સંબંધિત વિભાગના સર્વે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં અધિક નિવાસી કલેક્ટરશ્રીએ વિસ્તાર પૂર્વક સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજી હતી તેમજ સ્થળનું નિરીક્ષણ કરીને કાર્યક્રમને અનુલક્ષીને જરૂરી વિગતો મેળવી હતી. વધુમાં અધિક નિવાસી કલેકટરએ સર્વે અધિકારીઓને ૭૪માં પ્રજાસત્તાક પર્વ યાદગાર બની રહે તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પાઠવ્યા હતા.
આ તકે ડી વાય એસ પી વળવી,સંતરામપુર પ્રાંત અધિકારીજાદવ,પ્રાયોજના વહીવતદાર, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી , મામલતદાર સંતરામપુર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image