IPL હરાજી બાદ RCB સામે મોટું સંકટ, વિરાટ સાથે ટીમ મેનેજમેન્ટ પણ મૂંઝવણમાં ફસાયું! - At This Time

IPL હરાજી બાદ RCB સામે મોટું સંકટ, વિરાટ સાથે ટીમ મેનેજમેન્ટ પણ મૂંઝવણમાં ફસાયું!


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 મેગા ઓક્શન સોમવારેસાઉદી અરેબિયાના જેદ્દાહમાં સમાપ્ત થયો છે. જેમાં 10 ટીમોએ 639.15 કરોડ રૂપિયા ખર્ચીને 182 ખેલાડીઓને ખરીદ્યા છે. આ વખતે ઓક્શનમાં ઘણી મોટી બાબતો રહી છે. આ મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓએ ચોંકાવી દીધા છે, તો બીજી તરફ કેટલાકે ઈતિહાસ રચ્યો છે જે ભાગ્યે જ ક્યારેય તૂટશે. IPL  હરાજી બાદ RCB સામે મોટું સંકટ ઊભું થયું છે.

પરંતુ આ ઓક્શન દરમિયાન બંને દિવસે ક્રિકેટ ચાહકોનું સૌથી વધુ ધ્યાન જે ટીમ પર હતું તેમાંથી એક રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) હતી. વિરાટ કોહલીની આ ટીમ અત્યાર સુધી ટાઈટલ નથી જીતી શકી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું હતું કે, આ ફ્રેન્ચાઈઝી આ વખતે મેગા ઓક્શનમાં ઘણા મજબૂત ખેલાડીઓને ખરીદશે. ઓક્શનમાં તેનાથી વિપરીત સ્થિતિ રહી હતી. RCBએ જે રીતે ટીમ બનાવી છે તે ચાહકોને કન્ફ્યૂઝ કરી રહી છે. આમાં સૌથી મોટી અને સૌથી મહત્વની મૂંઝવણ કેપ્ટનશીપને લઈને છે. આજે આપણે આ અંગે જ વાત કરવા જઈ રહ્યા છીએ. હકીકતમાં IPL ઓક્શન પહેલા બેંગલુરુની ટીમે પોતાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને રિલીઝ કરી દીધો હતો.

આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે, આ ટીમ મેગા ઓક્શનમાં કેપ્ટનશીપ માટે ઋષભ પંત, શ્રેયસ અય્યર અથવા કેએલ રાહુલ જેવા સ્ટાર પ્લેયર પર દાવ લગાવી શકે છે. પરંતુ આવું ન થયું. આ વચ્ચે હવે અહેવાલો મળી રહ્યા છે કે, વિરાટ કોહલી જ ફરીથી કેપ્ટનશીપ સંભાળી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.