ગુજરાત માં તોડવામાં આવી રહેલા હજારો મંદિરો ના વિરૂધ્ધ માં આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ દ્રારા અભિયાન. - At This Time

ગુજરાત માં તોડવામાં આવી રહેલા હજારો મંદિરો ના વિરૂધ્ધ માં આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ દ્રારા અભિયાન.


ગુજરાત માં તોડવામાં આવી રહેલા હજારો મંદિરો ના વિરૂધ્ધ માં આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ દ્રારા અભિયાન.

દામનગર ગુજરાત માં તોડવામાં આવી રહેલા હજારો મંદિરો ના વિરૂધ્ધ માં આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ દ્રારા અભિયાન.ભારત ધર્મ નો દેશ છે, ધર્મ નું કેન્દ્ર ભગવાન છે, પૃથ્વી ઉપર ભગવાનની પૂજા નુ સ્થાન મંદિર છે. ગુજરાત સરકાર ના આદેશ થી ગુજરાત માં ૨૫૦૦૦ કરતા વધુ મંદિરો તોડવા માટેની નોટીસ અપાયેલ છે, પ્રાચિન મંદિરો તોડવામાં આવી રહ્યા છે.આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વિની સરકાર ના મંદિરો તોડવાના આ નિર્ણય નો આક્રોશ સાથે ધોર વિરોધ કરે છે, સરકાર આ નિર્ણય તાત્કાલીક પરત ખેંચે.૨૧ જુલાઇ, રવિવારે મંદિરો તોડવાના વિરૂધ્ધમા સુરત, વડોદરા, અમદાવાદ અને ભાવનગર માં પ્રદર્શનો કરવામાં આવશે.૨૭ જુલાઇ, શનીવારે તોડવામા આવનાર બધા જ મંદિરો માં સામુહિક હનુમાન ચાલીસા કરીને મંદિરો તોડવાના વિરુધ્ધમાં હનુમાનજીને પ્રાર્થના કરવામા આવશે.૨૮ જુલાઇ, રવીવારે સરકાર દ્રારા મંદિરો તોડવાના વિરુધ્ધ માં ભગવાન ને પ્રાર્થના કરવામાં આવશે.મંદિરોની રક્ષા માટે આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ દ્રારા "રાષ્ટ્રીય મંદિર પરિષદ" ની સ્થાપના કરવામાં આવેલ છે, જેમાં ગુજરાતના એક લાખ મંદિરો ને જોડીને મંદિરો ની રક્ષા માટે સ્થાયી વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે.આ ઉપરાંત આવશ્યક્તા મુજબ વ્યાપક ધરણા પ્રદર્શન અને આંદોલનના કાર્યક્રમો ની ધોષણા કરવામાં આવશે તેમ રણછોડભાઇ ભરવાડ અધ્યક્ષ - આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ ગુજરાત દ્વારા જણાવેલ છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.