વાવ વિધાનસભા અપક્ષ ઉમેદવાર ને ભાભર ના જાગીરદાર દરબારો નું સમર્થન
ભાજપ કોંગ્રેસ અપક્ષ ત્રિપાંખિયો જંગ
-----------------
આમ આદમી પાર્ટી ના કાર્યકરોએ રાજીનામાં પડતા ઉમેદવાર ની બકરી ડબ્બામાં
-----------------
વાવ વિધાનસભા માં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રીપાખીયો જંગ ખેલાશે તેવું દેખાઇ રહ્યુ હતું અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતરતા ડો.ભીમ પટેલ આમ આદમી પાર્ટી ના ઉમેદવાર નુ સરહદી વિસ્તારમાં કાંઈ ઉપજે તેમ નથી હાલ તો સીધો જંગ ભાજપ કોંગ્રેસ અપક્ષ સામે છે ત્યારે અપક્ષ ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર ને હંફાવી રહ્યું છે ત્યારે અપક્ષ ઉમેદવાર બાજી મારી જશે કે સુ ?? તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના ગણતરી ના દિવસો રહ્યા છે ત્યારે તમામ પક્ષો ચુંટણી પ્રચાર પ્રસાર જોરજોરથી કરી રહ્યા છે
ઉમેદવારો અલગ અલગ સમાજ ની મીટીંગ કરી રહ્યા છે ત્યારે અમીરામભાઈ આસલ જે કોંગ્રેસ ના નેતા કોંગ્રેસ નો હાથ છોડીને અપક્ષ માંથી ઉમેદવારી નોંધાવતા દરેક સમાજ ના લોકો સાથે મીટીંગ કરીને સાથ સહકાર આપીને અપક્ષ ને વોટ આપવાનું આહવાન કરવામાં આવી રહ્યું છે આજે ભાભર ક્ષત્રિય રાઠોડ જાગીરદાર સમાજ ના વડીલો યુવાનો સાથે મીટીંગ કરીને સમર્થન માંગતા ક્ષત્રિય રાઠોડ જાગીરદાર સમાજે સમર્થન આપ્યું અપક્ષ ઉમેદવાર ને સમર્થન મળતા ભાજપ કોંગ્રેસ માં ચિન્તા માં વધારો થઈ રહ્યો છે અપક્ષ ઉમેદવાર ભુદેવ હોવાથી ભાજપ ને મોટો ફટકો પડી શકે છે
અમીરામભાઈ આસલ અપક્ષ ઉમેદવારે જણાવ્યું કે હું ધારાસભ્ય બનીશ તો ધારાસભ્ય નો જે પાંચ વર્ષ નો પગાર સેવા માં આપવાની જાહેરાત કરી હતી.
અહેવાલ પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.