રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકુનગુનિયા જેવા રોગો પર નિયંત્રણ લાવવા કરેલ કામગીરી. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકુનગુનિયા જેવા રોગો પર નિયંત્રણ લાવવા કરેલ કામગીરી.


રાજકોટ શહેર તા.૪/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહકનિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૭/૬/૨૦૨૨ થી તા.૩/૭/૨૦૨૨ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૨૪,૪૬૧ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૨૦૮ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ ગ્રીનપાર્ક, લાલપાર્ક-ર, હરીઘ્વાર રોડ, ક્રિષ્નાપાર્ક, અર્ચનાપાર્ક, માટેલ સોસા. સ્વામીનારાયણપાર્ક વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૫૫૪ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ/વાડી, પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલપં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ ૬૯૯ આસામીને નોટીસ આપવામાં આવેલ છે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.