બોટાદ માં મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે ૨૪ કલાક જિલ્લા મહિલા પોલીસની ટીમ - At This Time

બોટાદ માં મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે ૨૪ કલાક જિલ્લા મહિલા પોલીસની ટીમ


બોટાદ માં મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે ૨૪ કલાક જિલ્લા મહિલા પોલીસની ટીમ

બોટાદ જિલ્લાની મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે ૨૪ કલાક ખડેપગે જિલ્લા મહિલા પોલીસની ટીમ

“અમારી પાસે કોઈપણ મહિલા તેની સમસ્યા અને પ્રશ્નો લઈને આવે ત્યારે તેનું સમાધાન ન આવે ત્યાં સુધી અમે સતત તેમની પડખે અડીખમ રીતે ઉભા રહીએ છીએ. પીડિત મહિલાઓને અમે ન માત્ર અધિકારીની જેમ, પરંતુ મિત્ર અને સહેલીની જેમ માર્ગદર્શન આપીને તેમને મુંઝવતા પ્રશ્નો દૂર કરવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ, મહિલાઓને તેમના હકો અને કાયદાઓ વિશે માર્ગદર્શિત કરી અમે તેમને તમામ મદદ કરીએ છીએ. ” આ દ્રઢ નિર્ધાર છે બોટાદ જિલ્લાની મહિલા પોલીસની ટીમનો.

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અંતર્ગત રાજ્યની મહિલાઓના કલ્યાણ માટે હંમેશા સંવેદનશીલ સરકારશ્રી દ્વારા સક્ષમ નારી, સશક્ત ગુજરાત અન્વયે નારી વંદન સપ્તાહ ઉજવાય રહ્યો છે. આ ઉજવણી અંતર્ગત આજે આપણે વાત કરવાના છીએ એવી સન્નારીઓની, જેઓ ખુદ સાહસ અને શક્તિનું સ્વરૂપ છે. બોટાદ મહિલા પોલીસ. પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન અન્વયે મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે ચોવીસે કલાક કાર્યરત રહેતી બોટાદ મહિલા પોલીસની કામગીરી સમાજ માટે ઉદાહરણરૂપ છે.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon