હડમતીયા ગામે “પોષણ ઉત્સવ અને “પોષ્ટિક વાનગી નિદર્શન સ્પર્ધા યોજાઈ
ઉમરાળા તાલુકાના હડમતીયા ગામે "પોષણ ઉત્સવ 2024" અને "પોષ્ટિક વાનગી નિદર્શન સ્પર્ધા " અંતર્ગત ઉમરાળા ICDS ઘટકના રંઘોળા સેજાકક્ષામાં આયોજન હડમતીયા ગામે આયોજન કરાયુ હતુ જેમાં સરકાર દ્વારા આંગણવાડી ખાતે બાળકોને પોષ્ટિક આહાર લેવા જાગૃત કરવા માટે વાનગીઓ સ્પર્ધા યોજવામાં આવી હતી આ તકે ઉપસ્થિત ભાવનગર ડ્રિસ્ટીક કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જગદીશભાઇ ભીંગરાડીયા,જીલ્લા પંચાયત સામાજીક ન્યાય સમીતીના ચેરમેન પ્રતિનિધિ છગનભાઇ ભોજ,શાળાના આચાર્ય અને શિક્ષકો,ICDS મુખ્ય સેવિકા ભારતીબેન,અન્ય સુપર વાઈઝર બહેનો સાથે ઉમરાળા બ્લોક હેલ્થ સુપર વાઇઝર ઋષીભાઈ શુક્લ સાથે પત્રકાર નિલેષભાઈ ઢીલા,આરોગ્ય કર્મચારી અરુણભાઈ પરમાર,માજી સરપંચ છગનભાઈ ખડેલા સેજાના દશ ગામોના આંગણવાડી કાર્યકર બહેનો અને બહોળી સંખ્યામાં ગામના લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા મિલેટ,સરગવા અને THR માંથી બનતી અવનવી વાનગીઓની હરીફાઈનું આયોજન કરેલ હતુ તેમજ પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આપી વિજેતા બહેનોને પ્રમાણપત્ર અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવેલ આંગણવાડીના બાળકો દ્વારા શ્લોક ગાન કરવામાં આવેલ આ પોષણ ઉત્સવ અને "પોષ્ટિક વાનગી નિદર્શન સ્પર્ધા કાર્યક્રમને સફળ બનાવવા માટે હડમતીયા આંગણવાડી કાર્યકર ગાયત્રીબેન પંડિત સહિતના દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.