જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા હરિફાઈમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૭-૦૯-૨૦૨૨
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંઘીનગર દ્રારા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંઘીનગર દ્રારા આયોજીત તેમજ જિલ્લા રમતગમત અઘિકારીની કચેરી ,મહિસાગર દ્રારા સંચાલીત જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ઘામાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૭-૦૯-૨૦૨૨ છે.આ સ્પર્ઘમા પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ઘામા ૧૪ થી ૩૫ વષૅના બહેનો ભાગ લઈ શકશે. જયારે રાસની સ્પર્ઘામા ભાગ લેનારની વય ૧૪ થી ૪૦ વષૅ સુધીની રહેશે.રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મીનીટનો રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનારની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકાશે. અને સાથે સંગીત કાર ૪(ચાર) રાખી શકશે. ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ કચેરી ખાતેથી મેળવી, આઘારકાર્ડની નકલ સાથે રાખી તા.૧૭-૦૯-૨૦૨૨ સુઘીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા રમતગમત અઘિકારીની કચેરી ,રૂમ નં.૨૧૨,બીજો માળ, કલેકટર કચેરી, લુણાવાડા,મહિસાગર ખાતે જમા કરાવવાના રહેશે.તા.૧૭-૦૯-૨૦૨૨ પછી આવનાર ફોર્મ તથા અઘુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહિ. તેમ જિલ્લા રમતગમત અઘિકારી મહિસાગરની અખબારી યાદીમાં જણાવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.