વઢવાણ તાલુકાના કેરાળા ગામે હનુમાનજીના મંદિર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક કાર ઝડપાઈ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vfh60o9hlzaizlrn/" left="-10"]

વઢવાણ તાલુકાના કેરાળા ગામે હનુમાનજીના મંદિર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક કાર ઝડપાઈ.


વિદેશી દારૂની બોટલો નંગ 300 કિ.રૂ.1,05,000 તથા બિયર ટીન નંગ 144 કિ.રૂ.14,400 તથા સ્વીફ્ટ કાર જેની કિ.રૂ.2,50,000 સહિત કુલ રૂ.3,69,400 ના મુદ્દામાલ સાથે સરાહનીય કામગીરી કરતી વઢવાણ પોલીસ

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા શ્રી હરેશ દુધાત સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવા સૂચના આપેલ જે અન્વયે તા.14/06/ ના રાત્રીથી તા.15/06 સવારના 05 વાગ્યા દરમિયાન નાઇટ રાઉન્ડ સુરેન્દ્રનગર ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફના માણસોએ ઝમ્મર ગામે એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી જેનો રજી.જીજે 01 આર વાય 4476 વાળીને ચેક કરવા રોકવા માટે પ્રયત્ન કરતા ગાડી ચાલકે ગાડી ઉભી નહિ રાખી ગાડી પુર ઝડપે વઢવાણ તરફ જવા દીધેલ અને ગાડીમાં શંકાસ્પદ જણાતા વઢવાણ પોલીસને વઢવાણ ધોળીપોળ નાકાબંધી કરવા સુરેન્દ્રનગર કંટ્રોલરૂમ વર્દી આધારે સતર્કતા રાખી વઢવાણ પી.એસ.આઇ ડી.ડી.ચુડાસમાને નાઇટ ડ્યુટીમાં રહેલી ટીમ પ્રદ્યુમનસિંહ, રવીન્દ્રસિંહ, વિજયસિંહ, પ્રદિપભાઇ, મહેન્દ્રસિંહ તથા સુરેન્દ્રનગર ટ્રાફિક શાખાના મહિલા પી.એસ.આઈ એન.એચ. સોલંકી,બિપીનકુમાર, સરદારસિંહ સહિત સમગ્ર ટીમ સાથે રાખી તેમજ પી સી આર વાન ગાડીને સૂચના આપી ફિલ્મી ઢબે ધોળીપોળથી સ્વીફ્ટ ગાડીનો પીછો કરતા લીમડી રોડ નાના કેરાળા ગામે હનુમાનજીના મંદિર પાસે સ્વીફ્ટ ગાડી ઝડપી પાડેલ અને સ્વીફ્ટ ગાડીનો ડ્રાઈવર સહિત એક ઈસમ જાડી ઝાંખરામાં અંધારાનો લાભ લઇ નાસી છુટવામાં સફળ બન્યા તે સમયે ટ્રાફિક શાખાની ગાડી આવી ગયેલ અને રેડ દરમિયાન વિદેશી દારૂની બોટલો નંગ 300 કિ.રૂ.1,05,000 તથા બિયર ટીન નંગ 144 કિ.રૂ.14,400 તથા સ્વીફ્ટ ગાડી જેની કિ.રૂ.2,50,000 એમ કુલ મળીને કિ.રૂ.3,69,400 નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને અજાણ્યા ઇસમો સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]