પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પંચમહાલના કર્તવ્ય બોધ કાર્યક્રમ અને જિલ્લા કારોબારી સભામાં શહેરા તાલુકાની નવીન ટીમના મુખ્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પંચમહાલના કર્તવ્ય બોધ કાર્યક્રમ અને જિલ્લા કારોબારી સભામાં શહેરા તાલુકાની નવીન ટીમના મુખ્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી.


પંચમહાલ

આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક.સરકારી સંવર્ગ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્ય જયંતિ નિમિત્તે કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય વક્તા શ્રી માનનીય ધર્મેશભાઈ મહેતા પ્રાન્ત ધર્મ જાગરણ મંચ ની જવાબદારી છે તેમજ રાજેશભાઈ જોષી સંધચાલક પંચમહાલ. ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ .જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશભાઈ પટેલ.તેમજ હિરેનભાઈ પંડ્યા ધર્મ જાગરણ મંચ પંચમહાલ વિભાગ.તેમજ જશવંતભાઈ પરમાર અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના તમામ સંવર્ગ ના જીલ્લા અધ્યક્ષ.મંત્રી.સંગઠન મંત્રી જીલ્લા તથા તાલુકાના કારોબારી ના હોદેદારો તેમજ પંચમહાલ જિલ્લાના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ના સારસ્વત મિત્રો ની ઉપસ્થિતિ માં કાર્યકમ યોજાયો.જેમા જીલ્લા માંથી 250 થી વધારે સારસ્વત મિત્રો જોડાયા હતા . જીલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશભાઈ પટેલ દ્વારા સંધ જે કામગીરી કરી રહ્યું છે રાષ્ટ્ર નિર્માણ માટે તેની ચર્ચા કરી મુખ્ય વક્તા તરીકે શ્રી ધર્મેશભાઈ મહેતા દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે શિક્ષકો નુ કેટલું યોગદાન મહત્વનુ છે અને રાષ્ટ્ર હિતમાં અખંડ ભારત માટે શિક્ષક શું કરી શકે છે. તેના વિશે ચર્ચા કરી . કર્તવ્ય બોધ કાર્યક્રમ બાદ જિલ્લા કારોબારી સભા યોજાઈ જેમાં આગામી સમયગાળા માટે નવીન ટીમના પ્રમુખ હોદ્દેદારોની વરણી કરવામાં આવી. જેમાં શહેરા તાલુકાના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ, મંત્રી , સંગઠન મંત્રીની જિલ્લા કારોબારીમાં વરણી કરવામાં આવી
અધ્યક્ષ તરીકે મિતેશકુમાર બી. પટેલ
મહામંત્રી તરીકે બારીઆ
જયપાલસિંહ એસ.સંગઠન મંત્રી તરીકે રાઠોડ પ્રવિણસિંહ પી. ને જવાબદારી સોંપવામાં આવી.આગામી સમયમાં તાલુકા કક્ષાની ટીમના અન્ય હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવશે.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »