આહીર સમાજના યુવનોએ રક્તદાનથી કરી સમાજસેવાની અનોખી શરૂઆત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vf9h9hbqu4hqodsd/" left="-10"]

આહીર સમાજના યુવનોએ રક્તદાનથી કરી સમાજસેવાની અનોખી શરૂઆત


“આહીર સમાજના યુવનોએ રક્તદાનથી કરી સમાજસેવાની અનોખી શરૂઆત”
આહીર સમાજના યુવાનોએ સમાજ સેવા હેતુ “શ્રી કૃષ્ણ વિચાર મંચ-કચ્છ” ની થોડા સમય પહેલા રચના કરી વિવિધ ક્ષેત્રમાં સમાજ સેવા કરવાનો નિર્ધાર કર્યો. આ સમાજ સેવાના કાર્યની શુભ શરૂઆત “રક્તદાન” દ્વારા કરી અનોખી પહેલ કરવાનું નક્કી થયું. ગુરુ પૂર્ણિમા નિમિત્તે તારીખ 13.07.2022 ના રોજ જીવનદીપ બ્લડબેંક -ભુજ ખાતે રકતદાનના કેમ્પનું આયોજન કરવામાં હતું. જેમાં જિલ્લાના વિવિધ ગામો માંથી આહીર સમાજના યુવાનો દ્વારા ટોટલ 17500 સીસી રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આમાંથી અમુક યુવાનોએ તો પ્રથમ વખત રક્તદાન કરી સમાજ સેવા કરવાની ઉમદા ટીકે ઝડપી લીધી હતી. રક્ત આપનાર તમામ રક્તદાતાઓનું શ્રી કૃષ્ણ વિચાર મંચ-કચ્છ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યું. આવનારા સમયમાં સમાજના દરેક કાર્યમાં સહભાગી થઈ સમાજ ને ઉપયોગી કાર્યો કરશુ એવી બધા યુવાઓએ નેમના વ્યક્ત કરી હતી. આ તમામ કાર્યક્રમનુ સંકલન અને વયવસ્થા જીજ્ઞેશભાઈ આહીર, હરિભાઈ આહીર, મિતેશભાઈ આહીર તથા નારણભાઇ આહીર દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]