રાજકોટ શહેર તા.૪ થી ૧૮ જૂલાઇ સુધી જીલ્લામાં ફરનારો ‘વંદે ગુજરાત યાત્રા વિકાસ રથ’.
રાજકોટ શહેર તા.૨૭/૬/૨૦૨૨ ના રોજ ‘‘આઝાદીકા અમૃત મહોત્સવ’’ ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા ‘‘વંદે ગુજરાત’’ વિકાસયાત્રાનું તા.૪ થી ૧૮ જુલાઇ સુધી રાજ્યના તમામ જીલ્લામાં આયોજન કરાયું છે. જેના સુચારૂ અમલીકરણ માટે ગાંધીનગરથી મુખ્ય સચિવ પંકજકુમારના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં રાજકોટના જીલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ સહિતના સબંધિત સરકારી વિભાગોના અધિકારીશ્રીઓ જોડાયા હતા. આ ‘‘વંદે ગુજરાત’’ વિકાસ યાત્રાના રાજકોટ જીલ્લામાં સુચારૂ અમલીકરણ માટે કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઇ હતી. આ તકે વિકાસ યાત્રામાં સરકારનાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, વિવિધ યોજનાઓની લોકોને આપવાની જાણકારી, સરકારી યોજનાની ફિલ્મની રજૂઆત, રથના રૂટ, સેવાસેતુ, નવા વિકાસ કામોની જાહેરાત, સરકારી યોજનાના લાભોનું લાભાર્થીઓને વિતરણ, રથના રાત્રિ રોકાણ, સહિતની વ્યવસ્થાઓ વગેરે બાબતોને આવરી લેવામાં આવી હતી. રાજકોટ જીલ્લા કક્ષાની સમિતિમાં જે અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. તે તમામ અધિકારીઓએ ચીવટ રાખીને કામગીરી કરવા કલેક્ટરશ્રીએ સુચના આપી હતી. આ બેઠકમાં પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી ધીમન્ત વ્યાસ, જીલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચોધરી, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સહિતના વિવિધ ખાતાનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.