અમદાવાદ: AIMIM એ ધાર્મિક સ્થળોને નોટિસ આપવા સામે વિરોધ નોંધાવ્યો; કોર્પોરેશન સામે ભેદભાવનો આરોપ
અમદાવાદ શહેરના સીદી સૈયદની જાલી વાળી મસ્જિદ લાલ દરવાજા ખાતે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી દ્વારા કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ રસ્તા પર નડતરરૂપ મંદિર તથા મસ્જિદ જેવા ધાર્મિક સ્થળોને દૂર કરવા માટે નોટિસ અપાઇ હોવાથી AIMIM અમદાવાદ શહેર પ્રમુખ દાનિશ કુરેશી, શહેરના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓએ પોસ્ટરો અને ઉગ્ર નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા દિવસ અગાઉ દબાણ હટાવ શાખા દ્વારા રોડ રસ્તા પર નડતરરૂપ થતા એવા તમામ ધાર્મિક સ્થાનોને હટાવવા માટે નોટિસ પાઠવવામાં આવી છે જેને લઈને હિંદુ તથા મુસ્લિમ સમાજના સંગઠનો તેનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. જોકે અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વધતી જતી ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવાયો છે. જોકે તમામ સમાજના લોકોને ધાર્મિક લાગણી સાથે જોડાયેલો પ્રશ્ન હોવાથી રાજકીય પાર્ટીઓ પણ પોતપોતાની રીતે કોર્પોરેશનના આ નિર્ણયનો વિરોધ કરી રહી છે.
AIMIM અમદાવાદ શહેર પ્રમુખ દાનિશ કુરેશીએ એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મોટાભાગના બિલ્ડરોના, નેતાઓના ગેરકાયદેસર બાંધકામ દિવસેને દિવસે વધી રહ્યા છે જેના ઉપર કોર્પોરેશન કોઈપણ પ્રકારે એક્શન નથી લઈ રહ્યો ત્યારે માત્રને માત્ર ધાર્મિક સ્થળોને જ નિશાન બનાવવામાં આવે છે જે ક્યારેય ચલાવી લેવાય અને સાંખી લેવાય તેમ નથી કોર્પોરેશન દ્વારા વહાલા- દ્હાલાની નીતી અપનાવવામાં આવે છે.
જોકે વિરોધ કરવાની પરમિશન ન હોવાથી કારંજ પોલીસ સ્ટેશન મોટાભાગનો સ્ટાફ ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો અને વિરોધ કરતા પહેલા તેમને અટક કરી કારણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.