સેવા ની સુગંધ પુષ્પો માફક ફેલાઈ. માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ને યુમા ટેલિવિઝન નવ રત્ન એવોર્ડ એનાયત - At This Time

સેવા ની સુગંધ પુષ્પો માફક ફેલાઈ. માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ને યુમા ટેલિવિઝન નવ રત્ન એવોર્ડ એનાયત


સેવા ની સુગંધ પુષ્પો માફક ફેલાઈ.

માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ને યુમા ટેલિવિઝન નવ રત્ન એવોર્ડ એનાયત

ભાવનગર જિલ્લા ના ઉમરાળા તાલુકા ના ટિમ્બિ સ્થિતિ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ને વડોદરા ખાતે મવ રત્ન એવોર્ડ એનાયત આરોગ્ય ક્ષેત્રે દેશ ની એકમાત્ર કેશ કાઉન્ટર વગર આરોગ્ય સેવા પ્રદાન કરતી સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની નિઃશુલ્ક સેવા ની સુગંધ સુગંધી પુષ્પો માફક ફેલાઈ યુમા ટેલિવિઝન દ્વારા વડોદરા શ્રી મંત સરકાર સયાજીરાવ ગાયકવાડ ઓડિટોરિયમ હોલ ખાતે હજારો ની મેદની વચ્ચે ગૌરવંતું સન્માન પ્રાપ્ત થયું માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ માં દૈનિક ૧૨૦૦ થી ૧૫૦૦ દર્દી નારાયણો અને સહાયક ને સાત્વિક ભોજન પ્રસાદ દવા ઓપરેશન લેબોટરી સહિત ની નિઃશુલ્ક સેવા ની સુપરે નોંધ લેવાય પૂજ્ય સદગુરુદેવ સ્વામી નિર્દોષાનંદજી નું વિચાર બીજ એટલે માનવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ ના બેનમૂન સંચાલન સેવા સ્વચ્છતા પ્રમાણિકતા માનવતા વાદી તબીબી સ્ટાફ સહિત દરેક પ્રકાર ની બારીક કસોટી ઓમાં કારગત હોસ્પિટલ ને વડોદરા ખાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં એવોર્ડ એનાયત થયો નવરત્ન એવોર્ડ સમારોહ માં યુમા ટેલિવિઝન પરિવાર ના મોભી સંજયભાઈ ભટ્ટ રમેશભાઈ કોઠારી ચાવડા સાહેબ વડોદરા શહેર ભાજપ અગ્રણી જયપ્રકાશભાઈ સોની વડોદરા મેડીકલ એશો ના મિતેષભાઈ શાહ સુરત આશીર્વાદ માનવ મંદિર ના મોભી નરેશભાઈ ગોધાણી ટ્રસ્ટી કિશોરભાઈ સુરત રચનાત્મક અગ્રણી દેવચંદભાઈ નાવડીયા સહિત અનેક નામી અનામી મહાનુભવો ની વિશાળ ઉપસ્થિતિ માં સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ના મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા ટ્રસ્ટી લવજીભાઈ નાકરાણી પરેશભાઈ ડોડીયા જગદીશભાઈ ભિગરાડીયા ભાસ્કરભાઈ પંડયા સહિત ના ટ્રસ્ટી શ્રીઓ અને નિષ્ણાંત તબીબો ને નવ રત્ન એવોર્ડ એનાયત કરાયો હતો ૨૦૦ જેટલો સ્ટાફ અને માસિક કરોડો નો ખર્ચ ભોગવતી સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ દર્દી ઓ માટે પૃથ્વી ઉપર ઈશ્વર ની સ્વંયમ હાજરી નો અહેસાસ કરાવતી અનુપમ ભેટ કહી શકાય તેવી માનવ સેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ ની સદપ્રવૃત્તિ ની ખૂબ પ્રભાવિત મહાનુભવો અને ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ પ્રસન્નતા વ્યક્ત કરી યુમા ટેલિવિઝન પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image