અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં રહેતા વધુ 18 વ્યક્તિઓને ગૃહ - At This Time

અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં રહેતા વધુ 18 વ્યક્તિઓને ગૃહ


રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા કુલ 1167 હિન્દુ નિર્વાસિત અરજદારોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામને આવકારતા કહ્યું હતું કે, 'મુસ્કુરાઈએ...કયું કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.' દેશની વિકાસ યાત્રામાં તેમને સહભાગી બનવાની અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, 18 પરિવારોના ઘરોમાં દિવાળી જેવો માહોલ છે. કેમ કે, આજે તેઓ ભારતના નાગરિક બન્યા છે. અમદાવાદના કલેક્ટર પ્રવીણા ડી.કે સહિત જિલ્લાની વહીવટી ટીમને આ કામગીરી માટે તેમણે અભિનંદન પણ પાઠવ્યા હતા. લાભાર્થીઓએ પણ અધિકારીઓએ કરેલી ઝડપી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અમદાવાદના મેયર પ્રતિભા જૈન, એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ પી. શાહ, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, સિંધ માયનોરિટી માયગ્રન્ટ્સ એસોસિયેશનના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરોને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લધુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગત ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image