વિસાવદરવીજ કંપનીની દરખાસ્તમાં જમીન જપ્તી કરવા કાર્યવાહી કરતા એક જ દિવસમાં ચોત્રીસ હજારની રકમ ભરપાઈ - At This Time

વિસાવદરવીજ કંપનીની દરખાસ્તમાં જમીન જપ્તી કરવા કાર્યવાહી કરતા એક જ દિવસમાં ચોત્રીસ હજારની રકમ ભરપાઈ


વિસાવદરવીજ કંપનીની દરખાસ્તમાં જમીન જપ્તી કરવા કાર્યવાહી કરતા એક જ દિવસમાં ચોત્રીસ હજારની રકમ ભરપાઈવિસાવદર પીજીવીસીએલ સબ ડિવિઝન નંબર એક ના અધિકારી અમિતભાઈ નાથાભાઈ રાબડીયા દ્વારા વિસાવદર કોર્ટમાં વીજ કંપનીના પેનલ એડવોકેટ નયનભાઈ જોશી મારફતે એક દરખાસ્ત દાખલ કરેલ હતી તે દરખાસ્તના કામમાં પ્રતિવાદી રાણીબેન મુળાભાઈ ભાઈ સોંદરવા રહેવાસી અંબાળા વાળા સામે વીજ કંપનીની રકમ ભરપાઇ કરવાની નોટિસ નીકળતા તેઓએ કોર્ટમાં હાજર થઈ તેઓ એકલા રહેતા હોય તેમના પુત્રો તેમની જમીન વાવતા હોય અને તેઓની પાસે કોઈ રકમ ન હોય તેવી રજૂઆત કરેલ હતી અને તેમની બે દીકરીઓ નામદાર કોર્ટમાં આવી તેમની પાસે વીજ કંપનીની રકમ ભરવાના પૈસા નથી તેવું જણાવેલ અને ત્યારબાદ વીજ કંપની તરફથી તેઓની મિલકત જપ્તી કરવા જગમ જપ્તી વોરંટ કાઢવા વિસાવદર કોર્ટમાં અરજી રજૂ થતા અને વિસાવદર કોર્ટે અરજી મંજૂર કરી વિસાવદરના ન્યાયમૂર્તિ એસ.એસ. ત્રિવેદીસાહેબ દ્વારા પ્રતિવાદી સામે જંગમ જપ્તી વોરન્ટ ઇસ્યુ કરેલ હતું અને તે વોરન્ટના કામમાં પ્રતિવાદી પાસે કોઈ મિલકત ન હોય તેવું જણાવતા હોય જેથી પી.જી.વી.સી.એલ કંપની તરફથી તેઓના નામનું રેવન્યુ રેકર્ડ મેળવી રજૂ કરવા અને મિલકત જપ્ત કરવા અને તે મિલકત ઉપરથી રકમ વસૂલ કરવા કાર્યવાહી કરવા જણાવતા તેમના પુત્ર એ નામદાર કોર્ટમાં હાજર થઈ આ ૫૦,૦૦૦/- ની રકમ પેટે રૂપિયા ૩૪,૦૦૦/- જેવી રકમ ભરી આપેલ છે અને બાકી રહેતી રકમ એક મહિનામાં ભરી દેવાની ખાતરી આપી ચેક આપેલ હતો આ કામના પ્રતિવાદીના પુત્ર પણ નામદાર કોર્ટમાં આવી તેઓની પાસે બેંકમાં ખાતું ન હોય તેઓની પાસે ચેક ન હોય અને ચેકબુક પણ ન હોય તેવી ખોટી રજૂઆત કરેલ હતી ત્યારબાદ અડધી કલાકમાં જેવા સમયમાં તેઓએ પોતાની ચેકબુક સાથે તેની માતા પાસેનું લેણું ભરપાઇ કરી આપવા ચેક આપેલ આમ વીજ કંપની તરફથી કડક કાર્યવાહી કરતા પ્રતિવાદી તરફથી રૂપિયા ૩૪,૦૦૦/- ની રકમ ભરપાઈ કરી આપવામાં આવેલ હતી અને બાકી રહેતી રકમનો ચેક ૩૦ દિવસમાં રકમ ભરપાઈ કરવાની ખાતરી આપી તે અંગેનું નામદાર કોર્ટમાં લખાણ કરી આપી ચેક આપેલો હતો આ રીતે નામદાર કોર્ટમાં ખોટું બોલનાર વ્યક્તિ સામે પીજીવીસીએલ કંપની તરફથી કડક કાર્યવાહી કરાતા આ કેસનો આ રીતે સુખદ નિકાલ કરવામાં આવેલ હતો આ કામમાં તરફથી વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી રોકાયેલા હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image