શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલના પાંચમા યુવક મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો - At This Time

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલના પાંચમા યુવક મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો


શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ (ગોધરા)ના પાંચમા યુવક મહોત્સવનો સમાપન સમારંભ તારીખ ૧૯ ઓક્ટોબર ને શનિવારે સવારે ૧૧-૩૦ વાગે, કાલોલના ધારાસભ્ય શ્રી ફતેસિંહ ચૌહાણ, ફતેપુરાના ધારાસભ્ય શ્રી શ્રી રમેશ કટારા અને ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશ ભૂરિયાના અતિથિવિશેષ પદે તેમજ આર બી. કાર્સના માલિક શ્રી રમેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે યોજાઈ ગયો. પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણે કહ્યું કે આપણી યુનિવર્સિટીની ૨૮ ઇવેન્ટમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકો દેશની ૧૨૦૦ યુનિવર્સિટીના એવા જ વિજેતાઓ સાથે સ્પર્ધા કરવા માટે જશે. આ યુનિવર્સિટી માત્ર પાંચ વર્ષ જેટલા ટૂંકા સમય ગાળામાં અભૂતપૂર્વ વિકાસ કરી શકી, તે યુનિવર્સિટીના અધ્યાપક, શિક્ષક અને આચાર્ય વર્ગની એકતાને આભારી છે. ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશ કટારાએ કહ્યું કે દસ પંદર વર્ષોમાં પણ ન બને એવું યુનિવર્સિટીનું વિશાળ અને સુંદર ભવન માત્ર એક વર્ષમાં બન્યું છે, તેમાં કુલપતિશ્રી પ્રતાપસિંહ ચૌહાણ સાહેબે ખૂબ મહેનત કરી છે કાલોલના ધારાસભ્ય શ્રી ફતેસિંહ ચૌહાણે કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણને યુનિવર્સિટીના રત્ન તરીકે. ઓળખાવ્યા. તેમણે યુવાનોને

નિર્વ્યસની બનવાની, સવારે વહેલા ઉઠવાની, પરિશ્રમી બનવાની અને સંસ્કાર તથા સંસ્કૃતિનું રક્ષણ કરી દેશ અને સમાજની સેવા કરવાની શીખ આપી. તેમની રમૂજવૃત્તિના કારણે એમના દીર્ઘ વક્તવ્યને વિદ્યાર્થી ઓએ મન ભરી માણ્યું હતું. સ્કીટ સ્પર્ધાના ત્રણ વિજેતાઓ અનુક્રમે સી આર ગાર્ડી આર્ટ્સ કોલેજ, મુનપુર (ત્રીજો નંબર) માઇમ માં પ્રથમ ઇન્સ્ટોલેશન માં પ્રથમ કોલાજ માં પ્રથમ અને ડોક્યુમેન્ટ ફિલ્મ માં બીજા ક્રમે વિજેતા બની, યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ (બીજો નંબર) તથા શ્રી પી એન. પટેલ આર્ટ્સ કોલેજ, લુણાવાડા (પ્રથમ નંબર)ને મંચસ્થ મહાનુભાવો નાં હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ઉપસ્થિત ત્રણે ધારાસભ્ય શ્રીઓએ તમામ ૨૮ ઇવેન્ટના વિજેતા છાત્રો માટે માતબર રકમ ભેટ તરીકે આપી હતી. જ્યારે આર બી કાર્સ તરફથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વેગનપુરથી વિંઝોલ આવવા-જવા માટે એક કાર ભેટ આપી હતી. યુવક મહોત્સવના ઉદઘાટનના દિવસે બાલાસિનોરના એક દાતા તરફથી આ જ હેતુ માટે યુનિવર્સિટીને બે ઈ રિક્ષાઓ દાનમાં આપવામાં આવી હતી

રિપોર્ટર - સર્જિત ડામોર
(કડાણા)


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.